SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ કેમ શમે ? “સમ્યક્ત્વની પ્રાપ્તિના સાધકે વિષયોથી વિરક્તિ કેળવવી જોઈએ અને કષાયોને શમાવવા જોઈએ. જેટલી અંતરની શુદ્ધિ તેટલી સમ્યકત્વને યોગ્ય પાત્રતા કેળવાશે. સાધુજનોને સંસારનો ત્યાગ કર્યા પછી ઘર કરી ગયેલા સંસ્કારોના ઉદય સમયે આંતરિક યુદ્ધ કરીને હટાવવા પડે છે. ત્યાં તે માટે સાધુને પણ પ્રમાદસેવન વજર્ય છે. તમે તો સંસારમાં વિષયકષાયથી ઘેરાયેલાં છો એટલે સમ્યક્ત્વ પામવા માટે ઘણો પુરુષાર્થ જોઈએ.” સમ્યકત્વ વિષે માર્ગદર્શન આપશો?? સામાન્ય આવશ્યક ક્રિયાઓ પૂરતી નથી, પરંતુ વીતરાગદેવ અને તેના વચનના આરાધનની અપૂર્વ શ્રદ્ધા વડે સમ્યકત્વની ભૂમિકા થાય છે. સંસાર પ્રત્યે જ્યાં સુધી સુખેચ્છા હશે ત્યાં સુધી આ ભૂમિકા નહિ બંધાય. સંસારની સુખેચ્છાનાં મૂળ ઘણાં ઉંડાં છે. મિથ્યા માન્યતાઓનું અજ્ઞાન પ્રવર્તે છે તે બધા અવરોધ છે. તે માટે નિરંતર સ્વાધ્યાય જેવાં તપનું પવિત્ર મનથી આરાધન કરવું. રાગાદિનાં મૂળિયાં ઢીલાં પડે મિથ્યાત્વ મંદ થાય છે ત્યારે જીવને વીતરાગદેવાદિ પર અપૂર્વ શ્રદ્ધા થાય છે તે સાથે તેને યોગ્ય ગુણો વિકાસ પામે છે. એ ગુણો દ્વારા જે શુભ ભાવ છતાં શુદ્ધ પક્ષના ભાવ ઉત્પન્ન થાય તેમાં સ્થિર થવાનો પ્રયત્ન કરવો. આરંભ પરિગ્રહના ચિત્તવાળાને માટે આ ઘણું દુષ્કર છે. તમારી જિજ્ઞાસા સાચી અને તીવ્ર છે, માર્ગના ખપી છો, પ્રયત્ન કરજો. શ્રદ્ધા રાખજો તો સમ્યકત્વ પ્રાપ્તિ સાધ્ય છે – શુભ ભાવો પણ શુદ્ધ સ્વભાવના પક્ષવાળા જોઈએ; તો જ આ માર્ગે આગળ વધી શકાય. થોડો પરિચય વધતાં તેમના જાણવામાં આવ્યું કે હું પરદેશ પ્રવચન માટે જાઉં છું. પૂ. આચાર્યશ્રી કલાપૂર્ણસૂરિજીની “તત્ત્વજ્ઞાન પ્રવેશિકા'નો અભ્યાસ કરાવું છું. ત્યારે એક વાર કહે : તમારી લેખનશૈલી સરળ છે. શ્રી ઉદયરત્નના નવતત્ત્વ પ્રકરણનો અભ્યાસ કરો, ન સમજાય ત્યાં પૂછજો અને તેના પરથી સરળ શૈલીમાં તમે પુસ્તક તૈયાર કરો. તે પ્રમાણે મેં તે પુસ્તકનો અભ્યાસ કર્યો. તેઓશ્રીનાં માર્ગદર્શન અને પ્રેરણાથી નવતત્ત્વનો સરળ પરિચય પુસ્તક ૧૯૯૦માં તૈયાર થઈ શક્યું. જે દેશવિદેશમાં હજારોની સંખ્યામાં પ્રચાર પામ્યું અને ઘણા જિજ્ઞાસુઓએ તેનો અભ્યાસ કર્યો. મારી મંગલયાત્રા ૨૯૭ વિભાગ-૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001999
Book TitleMari Mangalyatra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2006
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy