________________
મુખ્યત્વે તો તેઓશ્રીના પરિચયથી સાધુજનોના તથા મહાન આચાર્યોશ્રીના સમાગમની દિશા ખૂલી તેનો લાભ આજ સુધી મળતો રહ્યો. અને વીતરાગમાર્ગની આરાધનામાં નિઃશંકતા અને સરળતા રહી.
વળી તેઓએ સમ્યકત્વ પ્રાપ્તિની સૈદ્ધાંતિક પદ્ધતિ ધર્મરત્ન પ્રકરણ આદિ શાસ્ત્રમાંથી સમજાવી. આમ આચરણયુક્ત શૈલી અને શાસ્ત્રશૈલી બંનેના સમન્વયથી મને સમ્યક્ત્વનો બોધ રસપ્રદ જણાયો.
તમારી રુચિ ઉત્તમ છે, પરંતુ જીવનશૈલી અને પરિણતિ બદલ્યા વગર સમ્યકત્વ પામવું નિશ્ચયથી અઘરું છે. માટે અભ્યાસ કરો, અને પ્રથમ તો કષાયની મંદતા કરી, સંસાર પ્રત્યેથી આસક્તિ ત્યજી ગુણવૃદ્ધિ કરો. અંતર્મુખે થવાથી જરૂર પ્રાપ્તિ થશે. તે માટે તેમણે શાસ્ત્રીય સમજ આપી.
તેઓને કાનની તકલીફ થયા પછી તેઓ સ્વયં ઘણું ઓછું બોલતા હતા. અને કહેતા મારી આ તકલીફ છે. એટલે દર્શનનો લાભ મળતો. ત્યાં વળી પૂજય શ્રી કલાપૂર્ણસૂરિજીનો યોગ થયો. સમ્યકત્વની શાસ્ત્રીય પદ્ધતિ : ચરમાવર્ત, અપુનબંધક, યથાપ્રવૃત્તકરણની સમજ :
મોક્ષમાર્ગની પાત્રતા થાય ત્યારે જીવ ચરમાવર્તમાં આવે છે ત્યારે તેને દુ:ખી જીવો પ્રત્યે અત્યંત દયા પ્રગટે, ગુણવાનો પ્રત્યે બહુમાન અને મોક્ષમાર્ગની રુચિ જેવાં લક્ષણો પ્રગટે છે. અપુનબંધક દશા પામી, મંદ કષાયી થવાથી આ જીવમાં તીવ્રપણે પાપાદિ ભાવ થતા નથી. સાંસારિક પ્રવૃત્તિમાં અતિ રસ નથી હોતો. ઔચિત્યનું પાલન કરે. આથી જીવ મિથ્યાત્વયુક્ત હોવા છતાં તેનામાં સમ્યક્ત્વ સન્મુખ થવાથી શ્રદ્ધા આવે છે. અંતરશુદ્ધિનો ક્રમ વિકાસ પામે છે. માર્ગાભિમુખ થાય છે. માર્ગને યોગ્ય ધર્મદેશના પરિણામ પામે છે. હવે તે મોહનીયકર્મની સિત્તેર કોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધતો નથી.
ત્યાર પછી અધ્યવસાય શુદ્ધિ વડે સમ્યકત્વને યોગ્ય કરણ થાય છે, તેનો ક્રમ આ પ્રમાણે છે. યથાપ્રવૃત્તકરણ (અધ્યવસાય) :
જીવના તથાભવ્યત્વનો (કાળલબ્ધિનો) પરિપાક થવાથી નદીનો પથ્થર ઘસારાથી ગોળ થાય તેમ આ જીવ વિશિષ્ટ શુભ અધ્યવસાયવાળો થવાથી આયુષ્ય વિના કર્મોની સ્થિતિ અંતઃ કોડાકોડી સાગરોપમ પ્રમાણ
૨૬૮
મારી મંગલયાત્રા
વિભાગ-૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org