SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ પરાવર્તન કાળ સુધીમાં મુક્ત થાય છે. આ સમકિત દીર્ઘકાળવાળું છે. આ પંચમ કાળમાં પ્રાયે ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત નથી. આમ દર્શન મોહનીયનું મિથ્યાત્વ અને ચારિત્રમોહના અનંતાનુબંધી કષાયોનું ઉપશમન તે સમ્યકત્વ ઔપથમિક, ક્ષય-ઉપશમવાળું લાયોપથમિક, અને સત્તામાંથી ક્ષયવાળું ક્ષાયિક સમ્યકત્વ કહેવાય છે. જે વધારેમાં વધારે ત્રીજે ભવે મુક્તિદાતા છે. વ્યવહારનયની અપેક્ષાએ સદેવ, સગુરુ તથા સધર્મની શ્રદ્ધા. જીવાજીવાદિનું યથાર્થ જ્ઞાન એ સમ્યક્ત્વ છે પરંતુ અંતરંગ કારણ દર્શનમોહની ત્રણ અને અનંતાનુબંધી ચાર એમ દર્શન સપ્તકના ક્ષય ઉપશમાદિ છે. નિશ્ચયનયથી મિથ્યાત્વ મોહનીય આદિના ક્ષય-ઉપશમ કે ક્ષયોપશમથી પ્રગટ થયેલા શુદ્ધ પરિણામ તે નિશ્ચય સમ્યક્ત્વ છે. સમ્યગુ શ્રદ્ધા, સમ્યગુ જ્ઞાન, સમ્યગું ચારિત્ર રૂપ રમણતાથી પ્રગટ થયેલી શુદ્ધ પરિણતિ, સ્વ-સંવેદન નિશ્ચય સમ્યક્ત્વ છે. તેઓશ્રી આ રીતે અનેક પડખાથી સમ્યક્ત્વની સમજ આપતા હતા. પછી તો આગળના યોગ મળતા ગયા. પંન્યાસ પ્રવર સ્વ. શ્રી ભદ્રંકરવિજયજી : પરોક્ષ પરિચય-બોધ પરોક્ષ કે ગ્રંથરૂપી અક્ષરદેહથી થતો પરિચય યોગીજનોની પવિત્રતાના વહેણથી પ્રત્યક્ષસ્વરૂપ બને છે તેવું મેં અનુભવ્યું તેથી અત્રે તેઓનો પરિચય સૌને લાભદાયી બનશે એમ માની આપ્યો છે. તેઓની ઉપસ્થિતિમાં કંઈ દર્શનવંદનનો લાભ મળ્યો ન હતો. પરંતુ આ ગ્રંથ દ્વારા તેમના પ્રભાવનો, નવકાર મંત્રના મહિમાનો સુપરિચય થયો. પૂ. આચાર્યશ્રી કહેતા કે મને નવકારમંત્ર આપનાર પૂ.પંન્યાસજી છે. વળી તેઓનો આદેશ છે કે સૌને નવકારમંત્ર આપજો. સંસાર તરવાનું અમોઘ સાધન છે. પંન્યાસજીએ નવકારમંત્ર સાધ્ય-સિદ્ધ કર્યો હતો તેવું તેમના સમીપ રહેલા સાધકોએ તથા પૂ. આચાર્યશ્રીએ અનુભવ્યું છે. તેઓશ્રી ભક્તવત્સલથી ભરપૂર હતા. મૈત્રીભાવ તેમનો વિશિષ્ટ કોટિનો હતો. જીવમૈત્રી અને જીનભક્તિ એ તેઓશ્રીનો અંતરંગ પ્રતિભાવ હતો. તેઓની દષ્ટિમાં કૃપા વરસતી, તો વાણીમાં અમી વરસતું. તે સૌની દૃષ્ટિને અને હૈયાને ભીંજવી જતી. આથી વણખેડેલા પ્રદેશોમાં, વિભાગ-૧૦ ર૭૦ મારી મંગલયાત્રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001999
Book TitleMari Mangalyatra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2006
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy