________________
તત્ત્વદૃષ્ટિયુક્ત અધ્યાત્મસાર જેવા ગ્રંથોના સ્વાધ્યાયથી તત્ત્વદૃષ્ટિનું મુખ્ય હાર્દ સમજાવ્યું. જેમાં સમ્યક્ત્વની મુખ્યતા માટે તેને પૂરક સ્વાધ્યાય થતા. આથી આ સત્સંગી-સમૂહમાં આંશિક પણ સંતોષજનક તત્ત્વબોધથી રુચિ પેદા થવા પામી તે આ વર્ગોની સફળતા છે. સાથે સાથે જીવનમાં સમતા, ઉદારતા, સંઘર્ષો નહિ પણ સમાધાન શોધવું એવી દષ્ટિ મળી. રોજિંદા જીવનમાં પણ શાંતિ, સંતોષ પેદા થયાં. આથી માત્ર ક્રિયાવૃદ્ધિને બદલે તેઓ સૌમાં ગુણવૃદ્ધિ પ્રત્યે બોધ પરિણામ પામ્યો તેનો આનંદ છે. કેટલાક તો ઉત્તમ તપસ્વી છે.
જ્ઞાનીજનો કહે છે તેમ પ્રવૃત્તિ સમ્યગુ હોવી જરૂરી છે. અને નિવૃત્તિમાં મનાદિયોગની ગુપ્તિ જરૂરી છે, તેને માટે મૌન અને ધ્યાનની સાધનાનો અવકાશ મળી રહે છે.
વળી અમારાં મંડળો તીર્થયાત્રાઓ યોજે ત્યારે ભક્તિભાવના ઉત્તમ કરે. બધું જ શિસ્તબદ્ધ અને વ્યવસ્થિત આયોજન હોય છે, પ્રસન્નતાભર્યું વાતાવરણ હોય છે.
અમારી યાત્રામાં સૌ સવાર-સાંજ પ્રતિક્રમણ કરે, બપોરે સ્વાધ્યાય. વાહનમાં ભક્તિપદો ગવાય. વાહનમાં ક્યાંય સાંસારિક વાતો થાય તેણે દસ-વીસ રૂપિયા દાન કરવાનું હોય છે. દેરાસરમાં સાંજે ભક્તિ પછી ધ્યાનમાં બેસવાનું હોય છે.
ગાંધાર તીર્થમાં ભક્તિ પછી સૌ શાંત થઈ બેઠાં હતાં. અરિહંતનું ધ્યાન કરવાનું અવલંબન લીધું હતું. પૂજારીજી પણ બેઠેલા, સૌ એવા ધ્યાનમગ્ન થયાં કે ૯ થી ૧૦-૩૦ કંઈ જ ચંચળતા ન થઈ. સૌને આનંદનો અનુભવ થયો જે જીવનમાં એક સ્મૃતિ બની ગઈ.
એક વાર મહુવામાં શ્રી નેમનાથ પ્રભુની ભક્તિ કરી સૌ શાંત થઈ ગયા. ભક્તિ-ગીત-ગુંજનના અવલંબનમાં ખોવાઈ ગયાં. એક કલાક પછી સૌ ઊઠયાં, સૌને શાંતિનો અનુભવ થયો. વળી મુનીમજી કહેવા આવ્યા : અમે તો પ્રથમ વાર દેરાસરમાં આવું વાતાવરણ અનુભવ્યું. તમે સૌ અહીં રહી જાવ અને સવારે આ જ પ્રમાણે ભક્તિ કરો... અમને પણ શીખવા મળે.
અમારા સત્સંગી સમૂહમાં આવા ચિરસ્થાયી અનુભવો થાય છે તેથી સૌના જીવનમાં પરિવર્તન થવાની મોકળાશ રહે છે. આ સત્સંગીઓ વ્યક્તિગત રીતે પોતાના અનુભવ જણાવે ત્યારે સમજાય છે કે સૌને અંતર્મુખતા પ્રત્યેનું વલણ સમજાયું છે. મારી મંગલયાત્રા
૩૦૧
વિભાગ-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org