________________
બોધ છે. નિવાસે તથા અન્યત્ર સત્સંગ સ્વાધ્યાય :
૧૯૮૪/૮પથી સામાજિક પ્રવૃત્તિઓથી મુક્ત થઈ, પછી શ્રી ઈડર ઇત્યાદિ સ્થળે નિવૃત્તિ માટે જતી, પરંતુ જ્યારે નિવાસે હોઉં ત્યારે અમે બહેનો સ્વાધ્યાય કરતાં, ત્યારપછી લગભગ ૧૯૮૮માં કોબા આશ્રમથી નિવૃત્ત થઈ પછી કેટલાક સત્સંગીઓની ભાવનાથી સવારે સપ્તાહમાં ત્રણ દિવસ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતનું ઉત્તમ ભાવાત્મક શૈલીથી અધ્યયન શરૂ કર્યું હતું, તે હજી પણ ચાલુ છે.
બપોરના સ્વાધ્યાયમાં સૂત્રો, શાંતસુધારસ, પ્રશમરતિ જેવા ગ્રંથોનો અભ્યાસ થતો. વળી સવારે સૂત્રો તથા તત્ત્વાર્થસૂત્રનો અભ્યાસ કરનારો એક વર્ગ હતો. આ વર્ગોમાં કસોટીપત્ર રાખવામાં આવતું એ રીતે નિવાસે આવતાં પચાસ જેવા સત્સંગીઓને તત્ત્વાર્થનો અભ્યાસ થવાથી તત્ત્વદષ્ટિ પ્રત્યે રુચિ પેદા થઈ છે. સવારના તત્ત્વાર્થસૂત્રના વર્ગમાં વિશેષ કરી દક્ષાના મિત્રોની હાજરી રહેતી.
આ ઉપરાંત પૂ. શ્રી નંદિયશાજીના આદેશથી જૈનનગરમાં સામાયિક મંડળમાં, અને જૈન મરચન્ટ સોસાયટીના સામાયિક મંડળમાં વર્ગો ચાલે છે. અમારા સહાધ્યાયીઓ ૨૫૦/૩૦૦ જેટલાં છે, જેઓ ઉલ્લાસપૂર્વક વર્ગમાં અભ્યાસ કરે છે. આ સૌ સ્વ-પર શ્રેયની પ્રવૃત્તિ ગુરુકૃપાની પ્રસાદી છે. આથી સૌમાં સાત્વિકભાવનું સર્જન થયું છે. જેને કારણે અન્યોન્ય ઉપકારકભાવ પણ વિકાસ પામ્યો છે.
વળી અનુકૂળતાએ ઈડર, પાલીતાણા જેવાં સ્થળોએ નિવૃત્તિ અને મૌન સાધના કરવાનું થતું. ચાર માસ પરદેશમાં મારો સાધનાક્રમ જળવાતો; મૌન, લેખન, શાસ્ત્રવાચનનો ઘણો અવકાશ રહેતો. અમદાવાદમાં ઉપર પ્રમાણે સાધના થતી રહે છે. છતાં પૂર્ણતા પામતા સુધી આ સર્વ અતિ અલ્પ જ છે તેમ સમજવું અને વિશેષ સન્દુરુષાર્થમાં લાગવું. અમારા આ વર્ગોના શિક્ષણથી પાંચ-સાત બહેનો સ્વાધ્યાય-વર્ગો ચલાવવાની ક્ષમતા ધરાવે છે. દક્ષાબહેન પણ વર્ગો ચલાવે છે.
નિવાસે આવતો સત્સંગી સમુદાય અને સોસાયટીના સામાયિક મંડળનો સમુદાય લગભગ એક જ પ્રણાલીનો છે. જેમાં ક્રિયાની વિશેષતા હોય છે. આથી મને સરળતા એ રહી તેમની પાસે અનુષ્ઠાન હતાં. તેમાં શુદ્ધિ અને સ્વરૂપલક્ષ્ય કરવા તત્ત્વદષ્ટિને પૂરક કરવાની હતી. તે માટે પ્રથમ નવતત્ત્વ, તત્ત્વાર્થસૂત્રના અભ્યાસનું મહાભ્ય સૌને સમજાવ્યું. પછી વિભાગ-૧૧
મારી મંગલયાત્રા
૩OO
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org