________________
તીર્થયાત્રા કરીને તું સહજાવસ્થામાં ન આવે તો વ્યર્થ. પ્રતિમા પૂજન કરીને તું સહજાવસ્થામાં ન આવે તો વ્યર્થ. ધ્યાનધારણા કરીને તું સહભાવસ્થામાં ન આવે તો વ્યર્થ.
શ્રી પનાભાઈ મુંબઈના નિવાસને સમેટી પાછળથી પોતાના વતન ધ્રાંગધ્રા વધુ સમય ગાળતા છતાં જોકે મુંબઈના તેમના ભાવિકો તેમને મુંબઈ રોકી લેતા. લગભગ ૧૯૯૯માં તેમને કેન્સરનું દર્દ થયું. તેઓ ધ્રાંગધ્રા આવી ગયા હતા. અમે તેમની શાતા પૂછવા ગયા. મને અને દક્ષાને તે દિવસે તેમણે બે વાર બોધ આપ્યો. એવું લાગે કે જાણે દર્દી નથી. તેઓને વારંવાર અહેસાસ આવતો કે તેમને માથે સરસ્વતીદેવી ઝૂમી રહ્યાં છે. આથી તેઓ ખૂબ પ્રસન્નતા અનુભવતા.
ત્યાર પછી થોડા દિવસમાં તેમનો દેહવિલય થયો. ધ્રાંગધ્રાના સમાજે તેમની પાલખી યુક્ત અંતિમવિધિ સાદર પૂર્ણ કરી હતી. ઈડરમાં શ્રેષ્ઠ સાધક શ્રી ગોકુળભાઈનો સમાગમ :
- લગભગ ૧૯૮રના ચાતુર્માસમાં મને ઈડરમાં દોઢમાસી કરી નિવૃત્તિમાં રહેવાની ભાવના થઈ. ત્યારે ત્યાં શ્રી રમણભાઈ અને વસુબહેન હતાં વળી જ્યોતિબહેન પણ હતા. તે સમયે શ્રી ગોકળભાઈનો પ્રથમ પરિચય ઘણો લાભદાયી નિવડ્યો. તેમના સત્સંગનો ઉત્તમ લાભ મળ્યો.
ચાતુર્માસના દિવસોમાં ઈડરમાં નિવૃત્તિ માટે સાધકો આવતા. તેમાં પ્રથમ વાર સવિશેષ કરીને શ્રી ગોકુળભાઈના સ્વાધ્યાયનું શ્રવણ થયું. સાંભળેલું કે તેમણે યુવાનીમાં વીસી-પચ્ચીસી પૂરી થતાં અજબનો પલટો લીધો. વડીલોએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને પૂર્વનો કોઈ ગહન સંસ્કાર જાગ્યો. લગ્ન શાને માટે ? અને વડીલોને અભિપ્રાય જણાવ્યો કે પોતે બ્રહ્મચારી રહેવાના છે.
બીજો પ્રશ્ન ધંધો શા માટે? ધંધાથી મુક્ત થઈ પોતાની સ્વયં આજીવિકા પરિમિત કરી ધર્મમાર્ગે સત્વર પ્રયાણ કર્યું. મૂળ સંસ્કારે શ્વેતાંબર સંપ્રદાયના છે પરંતુ શાસ્ત્રના અભ્યાસ અને દિગંબર આચાર્યોના પરિચયથી તેઓ મુખ્યત્વે દિગંબર આમ્નાયને અનુસરે છે છતાં વિશાળ બુદ્ધિના અને મધ્યસ્થ છે. વળી શ્રીમદ્ રાજચંદ્રની પ્રત્યે તેમની અનન્ય શ્રદ્ધા છે. ગૃહસ્થદશામાં પણ વૈરાગ્યની પ્રતિભાનાં દર્શન તેમને શ્રીમદ્જીમાં થતાં.
મૂળ નામ હિંમતભાઈ પરંતુ ગોકુળભાઈના નામથી ઓળખાય છે. શાસ્ત્ર-અભ્યાસમાં નિપુણ છે, તપસ્વી છે. તેઓ ઈડરની ગુફામાં ધ્યાન આરાધના કરતા. આથી ઈડર કોઈ વાર તેમના સાન્નિધ્યનો લાભ મળતો.
૨૨૮
મારી મંગલયાત્રા
વિભાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org