SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ. માનવી બધાં જોષ-મુહૂર્ત જોવરાવે. આ મૃત્યુનું મુહૂર્ત તો તેના સમયે આવે. પાંચેક દિવસની બીમારી ભોગવી પતિનું તેત્રીસ વર્ષની ભર યુવાન વયે અરમાનભર્યું જીવન સમાપ્ત થયું. મારી વય પૂરાં અઠ્ઠાવીસ વર્ષની હતી. મુંબઈથી પુનઃ અમદાવાદ ભણી : કેટલાક અનિવાર્ય સંયોગોને કારણે પુનઃ અમદાવાદ સ્થળાંતર કર્યું. જો કે તે સમયે પરિસ્થિતિ વિકટ હતી પણ સમય જતાં કંઈક કળ વળી, તેમાં પંડિત જનોના સંપર્કથી શાંતિ અને સમાધાન મળતું ગયું. સવિશેષ પૂ. પં. સુખલાલજીના સમાગમથી મનની સ્વસ્થતા કેળવાતી ગઈ. સામાજિક કાર્યના ક્ષેત્રમાં પ્રવેશ : અમદાવાદમાં સમાજકલ્યાણની ગ્રામવિસ્તારમાં બાળમહિલા પ્રવૃત્તિના ક્ષેત્રે સંતોષજનક સેવાકાર્ય તથા અપંગ માનવમંડળની સ્થાપના દ્વારા અપંગોનું શિક્ષણ અને સ્વાવલંબનનું કાર્ય પ્રસાર પામ્યું. સામાજિક સેવા સાથે સંત સમાગમનો યોગઃ આચાર્યશ્રી રજનીશજી તથા આદરણિયશ્રી વિમલાતાઈ ઠકાર સાથે ધ્યાન મૌનની સાધના તથા હિમાલયની સત્સગયાત્રાઓ. શ્રીમદ્ રાજચંદ્રની પાવન ભૂમિની સ્પર્શના શ્રેષ્ઠ સાધકોનો સમાગમ, સાધના કેન્દ્ર કોબામાં આરાધના, લંડન-આફ્રિકા પરદેશની સત્સગયાત્રાનું નિર્માણ સામાજિકક્ષેત્રના નિવૃત્તિ. ૧૦. પૂ. આચાર્યશ્રીની નિશ્રામાં : શાસ્ત્રાનુસારી આરાધનાનો ક્રમ, અન્ય ક્ષેત્રની નિવૃત્તિ, નિવાસે સત્સંગી બહેનો સાથે વિવિધ શાસ્ત્રોમાં સ્વાધ્યાય. ૧૯૮૯માં અમેરીકાનો સકારણ પ્રવાસ : ૧૯૯૧ થી ૨૦૦૪ અમેરીકાની સાર્થક સત્સગયાત્રા ૧૨. અધ્યાત્મયોગી ગુરુવર્ય પૂ. શ્રી વિજયકલાપૂર્ણસૂરિજીની નિશ્રામાં બોધપ્રાપ્તિ અને આધ્યાત્મિક જીવનની પૂર્તિની નિઃશંકતાનું પ્રદાન. ૧૩. મોટર અકસ્માતથી ગંભીર માંદગી : અશાતાના યોગમાં બોધનો સંકેત, સાધુજનો, સન્મિત્રો-સ્વજનોનો અવિરત સદ્દભાવ. ૧૪. ગુણાનુરાગી મિત્રોનો અંતરભાવ, સમીક્ષા. ૯. Jain Education International ૧૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001999
Book TitleMari Mangalyatra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2006
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy