________________
વિભાગીકરણ - વિષચસૂચિ
પ્રસ્તુત પુસ્તકનું દળ જોઈ તમે મુંઝાશો નહિ. નીચે પ્રમાણે વિભાગીકરણ જોઈ તમને અનુકૂળ વિષય પસંદ કરી વાંચવાનું શરૂ કરજો. પ્રથમ પાનાથી વાંચવાનો આગ્રહ રાખવો જરૂરી નથી.
૧.
મંગલયાત્રા વિષેનો મર્મ
૨.
૩.
૪.
૫.
જન્મ બાલ્યાવસ્થા ઃ ચાર વર્ષ સુધી સંપન્ન માતાપિતાના વાત્સલ્યમાં ઉછે૨. ત્યાર પછી માતાની ચિરવિદાય. મોટીબહેને માતુલ્ય ઉછે૨ કર્યો. બાળપણ દોષ-સદોષમાં વીત્યું. કોઈ વિશેષતા ન હતી. શિશુવય : જન્મથી ચૌદ વર્ષનો સમય. શિક્ષણમાં કુશળતા હતી. મિત્રોમાં આદપ્રેમ હતો. વર્ગમાં નેતાગીરી જેવું પ્રદાન હતું. પ્રાથમિક શિક્ષણમાં સાત ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. સાંસારિક પરિણીત જીવન સૌરભ : ચૌદ વર્ષની વયે શાળાએથી સીધો જ સાસરે પ્રવેશ. ગૃહકાર્યનું શિક્ષણ મળ્યું. પતિ સાથે સર્વ પ્રકારે સુખદ જીવનનો સમય હતો. સાથે ધર્મનાં બીજની વાવણીનો યોગ મળ્યો. સુખ- સામગ્રીથી ભરપૂર સંપન્નતા હતી. કુટુંબીજનોનાં જીવન સાત્ત્વિક હતાં.
પારિવારિક સંબંધોના ઋણાનુબંધ : પુત્ર-પુત્રી બે સંતાનોની પ્રાપ્તિ સાત વર્ષના ગાળામાં થઈ હતી. બંને કુટુંબોમાં સાત્ત્વિકતા અને સંપન્નતા હતી. ભાગ્યોદયે ઘણું પરિવર્તન થયું. તેમાં સૌની લેણદેણ પ્રમાણે સંઘર્ષ અને સમાધાન થતાં રહ્યા. અમદાવાદથી મુંબઈ ધંધાર્થે સ્થળાંતર : મુંબઈમાં પણ મોટું મકાન, અન્ય વિપુલ સામગ્રી, અદ્યતન સાધનો, સ્વતંત્ર જીવન, પતિની ઉજ્જવળ કારકિર્દી, કૌટુમ્બિક જીવન શારીરિક માનસિક સુખથી છલકાતું. બે બાળકો સાથે સુખદ સંયોગ. આછાં પાતળાં ધાર્મિક અનુષ્ઠાનો થતાં હતાં તેનો આનંદ હતો. વળી સાથે માનવસેવાકાર્ય કરતી હતી. પૂ. શ્રી કાનજીસ્વામીના બોધની પ્રાપ્તિ(૧૪ થી ૨૮ વર્ષનો સમય)
કાળની ફાળ અને વૈધવ્યરૂપ વિષમતા : ઉપરની હકીકત ચાર દિવસના ચાંદરણા જેવી પુરવાર થઈ. જગતસ્થિતિ પ્રમાણે ક્ષણિક સાબિત
Jain Education International
૧૫
For Private & Personal Use Only
www.jainelibrary.org