________________
એકવાર કહે અત્યાર સુધી બહાર દોડીને ધર્મ માન્યો હતો. તમે તો મારી આંખ ઉઘાડી, “ક્યુ” અંદર જાવ આત્માનો ધર્મ આત્માના સમભાવમાં છે.” હવે તમારો સાથ કેમ છૂટે ?
બધાં જ સત્સંગીઓએ તત્ત્વાર્થ શીખવામાં સમ્યકત્વની ભાવના પાકી કરી લીધી છે. એ વાત ઘૂટયા કરે છે. આથી તો તાત્વિક શાસ્ત્રોના અધ્યયનમાં હોંશભર્યા આવે છે. સ્વ-પર શ્રેયમાં સૌ હાથ મિલાવે છે.
એકવાર મેં કથા કરી હતી કે ભરયુવાનવયે ઉજમફઈના પતિ ગુજરી ગયા પણ શત્રુંજયના નવ્વાણુની ભક્તિ કરવા દાદા પાસે રહી ગયા. ભક્તિ ન ત્યજી લોકવ્યવહાર ત્યજ્યો. આ વાત જાણે ચરિતાર્થ થઈ હોય તેમ બન્યું.
અમારા સત્સંગી કિરીટભાઈ સંઘવી બાસઠ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી હમણાંજ એકા-એક અવસાન પામ્યા. તેમની પત્ની લતાએ આ ઘટના સહેજે સ્વીકારી લીધી. સ્વસ્થચિત્તે પતિને વિદાય આપી. હું ગઈ ત્યારે તેના મનના ભાવ કેવા ! સંત-બહેન આવે રડાય કેમ ! દર વખતે જાઉં અને જે પ્રસન્નતાથી બેસે તેમ બેઠી. સત્સંગ સાંભળ્યો.
બહેન ભરયુવાનીમાં આપે અમારો હાથ પકડયો, સોળ જેવા વરસથી સત્સંગના પાઠો ભણાવ્યા. તેમાં ઉપકાર આજે સમજાય છે. કે આપે આત્મિક વાતો કેવી લૂંટાવી હતી ?”
લતા તું કયારેક પૂછતી કે બહેન માયા કેમ જતી નથી” હું કહેતી સત્સંગથી છૂટવાનું સેવન થઈ રહ્યું છે. તે સમય આવે અવાજ આપશે.
આજે ખરેખર એ માર્મિકતાના દર્શન થયા. લતા-કિરીટભાઈ ૧૯ ઓગષ્ટના પર્યુષણ કરવા મુંબઈ જવાના હતા. લતાના ગુરુમાર્ગદર્શક મુંબઈમાં. સરયૂબહેન છે. તે કહેતી માટે અમદાવાદ-મુંબઈ એક જ રાશિના ગુરુનો સુમેળ છે. યોગાનુયોગ ૧૯મીએ સવારે જ કિરીટભાઈએ ચિરવિદાય થયા. સાંજે ત્યાં ગઈ ત્યારે લતા કહે કે આજે મુંબઈ સરયુબહેન પાસે પર્યુષણ આરાધના માટે જાઉં છું. ત્યારે મને ઉજમ ફઈ યાદ આવ્યા.
મેં કહ્યું લતા સત્સંગ ફળવાન થાય છે તે સમજાયું ને ? લતાએ સ્વસ્થતાપૂર્ણ પર્યુષણ આરાધના કરી. આવા છે અમારા સત્સંગીઓ.
દીલીપ કહે “હા આમ જ જવાનું છે. એટલે અમે પણ ભાભીની જેમ અહીં પર્યુષણમાં આરાધના કરીશું. અને આઠ દસ દિવસ તેણે પણ સંસાર, વ્યવહાર, વ્યાપારને ગૌણ કરી સ્વસ્થચિત્તે સૌની સાથે આરાધના કરી. વિભાગ-૧૧
૩૦૪
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org