________________
- Fe
કરો
નિવેદ્ય) (પુદ્ગલનો પરિવાર પરમાર્થની પ્રાપ્તિ) સુશ્રાવિકા સુનંદાબહેન
ભદ્રગુપ્તસૂરિના ધર્મલાભ
ઓ મારા મન ! પરભાવનાં આવરણો ચીરીને જરા મુક્ત થા, જેથી આત્મવિચારરૂપ ચંદનવૃક્ષની શીતલ હવા તને સ્પર્શી શકે !”
મહત્ત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે આત્મવિચાર હવે કરવો છે ? અત્યાર સુધી તો જીવાત્માએ પુદ્ગલનો વિચાર જ વધારે પ્રમાણમાં કર્યો છે. અનંત જન્મોથી ૫દૂગલભાવોની જ રમણતા જીવે કરી છે. હવે આત્મવિચાર કરવો છે? તો એક કામ અવશ્ય કરવું પડશે; પગલભાવ કે જે પરભાવ છે, એ પુગલભાવોનાં આવરણને ચીરી નાખવા પડશે. પદૂગલભાવોનાં આવરણો નષ્ટ કરવા માટે પગલભાવોની અનર્થકારિતા તથા ભયંકરતા અને પરમાર્થનું સ્વરૂપ જાણવું પડશે, સમજવું પડશે.
પગલગીતામાં યોગી ચિદાનંદજીએ પુદગલભાવોની અનર્થકારિતા અને ભયંકરતા સમજાવી છે. ખરેખર, કુરુક્ષેત્ર ઉપર શ્રી કૃષ્ણ અર્જુનને ગીતાનો બોધ જેમ આપ્યો, તેમ ભીતરના કુરુક્ષેત્ર ઉપર, પુદ્ગલભાવરૂપ કૌરવોનો સંહાર કરવાનો ઉપદેશ ચિદાનંદજીએ વિષાદગ્રસ્ત બનેલા સાધકને આપ્યો છે. એટલે આ કાવ્યનું નામ એમણે “પુગલગીત આપ્યું છે.
સુશ્રાવિકા સુનંદાબહેન અધ્યાત્મમાર્ગનાં પ્રવાસી છે. તેઓ શ્રદ્ધાનંત તો છે જ, સાથેસાથે સમ્યગુજ્ઞાનના ઉપાસક છે ! એમાંય આ કાવ્ય ઉપર વિવેચન લખવા, મેં જ એમને પ્રેરિત કર્યા હતાં; અને તેમણે એ વિવેચન લખ્યું ! સરળ, સુંદર અને સ્વાદિષ્ટ બન્યું છે વિવેચન. એનું નામકરણ તેમણે “પુદ્ગલનો પરિહાર અને પરમાર્થની પ્રાપ્તિ’ આપ્યું છે તે વિવેચનના માધ્યમથી સાર્થક છે.
પુદ્ગલગીતાપુદ્ગલનો પરિવાર એટલે પરમાર્થની પ્રાપ્તિનું વાચન-મનન અને ચિંતન કરી સહુ જીવાત્માઓ પુગલભાવોમાં અનાસક્ત બનો. આત્મજ્ઞાનમાં અને પરમાર્થપ્રાપ્તિમાં નિમગ્ન બનો, એવી મંગલકામના સાથે વિરમું છું. ૬૫, શ્યામલ રો-હાઉસ, ૩-એ,
- ભદ્રગુપ્તસૂરિ સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦ ૦૧૫. તા. ૨૪-૧૧-૧૯૯૭
દ'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org