________________
પેલા ભાઈને ટિકિટ લેવા લગભગ ૪૦ માઈલ નીચે જવાનું હતું. તેથી કંઈ કામકાજ છે એમ પૂછવા પૂ. દીદી પાસે ગયાં.
તેમણે પોતે પૂ. દીદીને સહેજે વિગત જણાવી. અને ખાસ કહ્યું કે સુનંદાબહેન એકલાં જ છે. આપને તારીખ કહી હોવાથી ફેરફાર કરવાની ના કહે છે. પૂ. દીદીએ તરત જ ફેરફાર કરાવી દીધો. આમ જે થાય તે ઠીક જ થાય છે. અમે સૌ સાથે નીકળ્યાં. આજ્ઞાપાલન પણ જળવાયું. પૂ. ગંગાબા પણ સાથે હતાં. પૂ. ગંગાબા ઝવેરીનો પરિચય :
પૂ. દીદીના સમાગમ સમયે પૂ. ગંગાબાનો મારો પરિચય દીર્ઘકાળ સુધી રહ્યો તેથી કંઈક લખવા પ્રેરાઈ છું. તેઓ બાળવિધવા હતાં. અમદાવાદના ગર્ભશ્રીમંત લગભગ પાંચ દસકા જેવી વયના શ્રી બાલાભાઈ ઝવેરી સાથે ગંગાબા સોળ વર્ષની વયે લગ્નગ્રંથિથી જોડાયાં, અલ્પ સમયમાં વિધવા થયાં. વૈધવ્યના દિવસો દુઃખે પસાર તો થતા હતા. સંયુક્ત કુટુંબમાં જીવન નભતું હતું. જ્ઞાતિ અને ધર્મ અને સમાન પ્રણાલીનાં હતાં.
લગભગ ૧૯૪૨માં ગાંધીજીની સત્યાગ્રહની લડતમાં, કાર્યક્રમમાં તેઓ નીડરતાથી જોડાયાં. સાથે કુટુંબ પણ જોડાયું હતું. પૂરું કુટુંબ ગાંધીજીના રંગે રંગાઈ ગયું. આથી ગંગાબાને ઘણી મોકળાશ રહી.
તેઓએ જેલવાસ ભોગવ્યો હતો. વળી સાબરમતી આશ્રમ સ્થપાયો ત્યારે તેઓ બા અને બાપુજી સાથે નિકટતાથી રહ્યાં. તેઓ તેમના અનુભવ કહેતાં ત્યારે લાગતું કે જ્યાં તેમની શ્રીમંતાઈ અને ક્યાં અત્યંત સાદાઈભર્યું શ્રમવાળું જીવન ? પણ બા પાસે આંતરિક બળ ઘણું હતું.
આઝાદી પછી આબાદી માટે જે જે કાર્યોનું આયોજન થતું તેમાં ભાગ લેતાં. વળી વિકાસગૃહ કે જયોતિસંઘ જેવી સંસ્થાઓમાં વયોવૃદ્ધ થયા છતાં હાજરી આપતાં. ત્યારે તો યુવાન જ લાગે.
આબુમાં તેમના દીકરાઓએ નખી તળાવ ઉપર મકાન રાખેલું. કોઈ વાર ત્યાં જતાં, તેમને પૂ. દીદીનો પરિચય થયો. પછી તો ઘણી વાર તેમના સંપર્કમાં રહેતાં. પૂજ્ય દીદીના આદેશથી તેમની સાથે સત્સંગ યાત્રા માટે ડેલહાઉસી એક વાર આવ્યાં હતાં. આબુમાં મને તેમનો પરિચય થયો. મને તે વડીલ જેવી હૂંફ આપતાં. આબુ મારે ઘણી વાર તેમની સાથે રહેવાનું થતું. તેમનો એક જૂનો માણસ સાથે રાખતાં. એટલે મારે કંઈ કામ ન હોય પરંતુ, તેમને પ્રવચનમાં લઈ જવાં, તેમની વિભાગ-૮
મારી મંગલયાત્રા
૧૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org