________________
જગતચંદ્ર મેટ્રિક સુધી પહોંચ્યા. જગતચંદ્રને વડીલો લાડમાં “બાબુ' કહેતા. આ લેખનમાં “તેઓ”થી લખીશું. એ કાળે પોતાનો ધીખતો ધંધો હોય તો પુત્રને વધુ ભણાવવાનું પ્રયોજન ન જણાતું. વળી ભાઈની તબિયત પણ નબળી. લક્ષ્મીબાને સંતાન નહિ. આથી ભાઈએ ૧૮ વર્ષની વયે પુત્રને ધંધામાં જોડી દીધો. અને એકવીસમા વર્ષે લગ્ન લેવાયાં.
જૈન ધર્મના અભ્યાધિક સંસ્કાર પણ રૂડા જીવને ઉપકારી થાય છે. ઈ.સ. ૧૯૩૫માં કુશળ અને કાર્યક્ષમ ભાઈએ મહાવીર જૈન સોસાયટીનું આયોજન કર્યું. જ્યાં ખેતરો હતાં તે જમીનને મિત્રો ભેગા કરી ખરીદી લીધી. બાર પ્લોટ પાડ્યા. પોતે દીર્ધદષ્ટિથી બે પ્લોટ રાખ્યા. ત્યારે આજની જેમ લેનારની પડાપડી ન હતી. ખૂબ મહેનત કરી સોસાયટી ઊભી કરી, પોતાના એક ભાણેજ લાલભાઈને તૈયાર કર્યા. અને બંનેએ બંગલા બાંધવાની શરૂઆત કરી.
તે સમયની ભાવના એવી કે જૈન સોસાયટી હોય ત્યાં દહેરાસર હોવું જોઈએ. પ્રભુનું સ્થાન પહેલું રખાતું. અને તેમણે બંગલામાં સુંદર મજાનું ચાંદીના પબાસનવાળું દહેરાસર કર્યું. ભાવના તો કેવી કે એક પ્લોટમાં બંગલો અને બીજા પ્લોટમાં પ્રભુની આંગીનાં ફૂલ માટે ૧૨૦૦ વારનો બાગ. તેને માટે પાલીતાણાથી માળી રાખવામાં આવ્યો. મોગરા, ગુલાબ, જાસુદ, જાઈ, જૂઈ એમ વિવિધ ફૂલોનો થાળ ભરાય. આજુબાજુના દહેરાસરે પણ મોકલે અને “તેઓ” ભાવવિભોર થઈને જાતે સુંદર આંગી રચે. આ ફૂલનો અંગત ઉપયોગ કરતા નહિ. દર માસે પૂ. લાલભાઈ સુંદર સ્નાત્રપૂજા ભણાવે. પ્રસંગે પંચકલ્યાણ વિ.ની પૂજા પણ તેઓ ભણાવે. આ નિમિત્તે ભક્તિનો સંસ્કાર તેઓને ઘણો દઢ થયેલો. શાસ્ત્રાભ્યાસ, સૂત્રાભ્યાસ ન થાય પણ ભક્તિથી પ્રસન્ન રહેતા. બે જ સ્તવન આવડે પણ મસ્ત થઈ તેઓ ગાયા જ કરે.
ઘરમાં સંપન્નતા હતી. એક જ સંતાન અને એની વહુ લાવવાનો સૌને ભારે ઉત્સાહ હતો. બંગલો તૈયાર થયો. હજી અમારાં લગ્ન થયાં ન હતાં. પણ વડીલે અમને સજોડે બેસાડી ૧૯૩૬માં વાસ્તુપૂજન કરાવ્યું. વળી, ઝરૂખાવાળો બંગલો ત્યારે મીની મહેલ જેવો લાગતો. બંગલામાં ઘર-દહેરાસર તેથી સ્નાત્રપૂજા અને સ્વામી-વાત્સલ્ય તે દિવસે ખૂબ જ વિભાગ-૩
૫૪
મારી મંગલયાત્રા For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org