________________
જીવનમાં એક વળાંકનો સંયોગ
૧૯૫૪ લગભગ કોર્ટનું કાર્ય ઉપાધિ છતાં સરળતાથી પત્યું. ૧૯૫૫ લગભગ અતલની કોઈ ભૂલથી તેને તથા અન્ય વિદ્યાર્થીઓને એસ.એસ.સી.ની વાર્ષિક પરીક્ષાનું ફૉર્મ મળ્યું નહિ. મારે માથે આ ચિંતાનો વિષય હતો. હજી ભણવાનું હતું. મુંબઈમાં કોઈ ઑફિસ નહિ, ભાગીદારોએ તો આ બાબતમાં સંપર્ક જ રાખ્યો ન હતો. હવે શું કરવું?
એ દિવસોમાં રોજ તેની શાળાએ આંટા ખાવા, પ્રિન્સિપાલને વિનંતી કરવી, મન ઉદ્વેગમાં હતું, તેમાં વધારો થયો. છતાં પ્રયત્ન કરીને ફોર્મ મેળવ્યું. બીજા વિદ્યાર્થીઓને પણ મળ્યું. તે બધા પાસ પણ થયા.
જોકે આ પ્રસંગ બન્યા પછી અતુલ માનસિક રીતે ભણવામાં નબળો થયો એટલે પરીક્ષા સમયે ગભરાટ રહેતો. છતાં અન્ય મિત્રોને સાથે રાખી વંચાવતી, એમ કરતા પાસ થયો. કૉલેજમાં દાખલ થયો ત્યારે પણ કંઈક એવું બન્યું. એક પેપરમાં તે નપાસ થયો. હવે આ પ્રશ્ન ગંભીર બન્યો. મારી પણ કંઈ વિશાળ સમજ નહિ. કોઈને ત્યાં કંઈ કામે લાગે તેવા સંયોગ નહિ. વળી કોઈની ખુશામત કરવી પડે. આથી આ પ્રશ્ન જટિલ બન્યો. સાથે બીજી સમસ્યાઓ પણ ખરી. સમસ્યાઓની વણઝાર : (૧) અતુલ નપાસ થવાથી એક વર્ષ તો ઘરે જ રહેવાનું હતું. મુંબઈમાં વ્યાપારી
ક્ષેત્રે તે અજાણ હતો. કંઈ કામ વગર જીવનવિકાસ કેમ થાય? (૨) જેની હુંફ હતી તે ભરતભાઈ નિર્મળાબહેન અમદાવાદ સ્થાયી થયા,
પછી ૫. પાનાચંદભાઈ બીમાર થવાથી અભ્યાસ પણ છૂટી ગયો. (૩) સરલાબહેને પણ લગ્ન કરી લીધાં એટલે તેમનો સહવાસ ઓછો
થયો, એટલે અમને સૌને એકલવાયું લાગતું. (૪) અમારી સંભાળ રાખતા સલાહ આપતા તે અમરચંદકાકાનું અવસાન
થયું. વહીવટી કાર્યોમાં તકલીફ રહેતી. (પ) મારી તબિયત સારી રહેતી ન હતી. હજી માનસિક ઉદ્વેગ શમ્યો ન હતો. (૬) બહેનનાં બાળકોને બહુ ગમતું નહિ અને મકાન મોટું હતું તે હવે
જાણે ખાવા ધાતું હતું. (૭) મુંબઈના મકાન વિગેરેની વ્યવસ્થા કેવી રીતે કરવી ? મારી મંગલયાત્રા
૧૨૭
વિભાગ-૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org