________________
જેવા પર્યુષણનું વાતાવરણ સર્જી આરાધના કરે છે. આ ઉપરાંત સ્થાનિક સ્વાધ્યાયકાર હવે તો તૈયાર થવા લાગ્યા છે. સાધુ-મહાત્માની ખોટ ખરી. છતાં દરેક કેન્દ્રના નામ શું જણાવું પણ થોડો ખ્યાલ આપું.
અમદાવાદના વતની લીના તથા અશોક ચોકસી દંપતીએ સૌ પ્રથમ ડિટ્રોઇટમાં સ્વાધ્યાયનો શુભારંભ ૧૯૮૯માં મારી ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. તે પ્રવૃત્તિ હાલ ઘણી વિકાસ પામી છે. તેઓ પાઠશાળામાં ઘણા પ્રવૃત્ત હોય છે. સ્વયં તત્ત્વાર્થસૂત્ર જેવાં શાસ્ત્રોનો અભ્યાસ કરી તૈયાર થયાં છે. ધર્મપ્રવૃત્તિની વિશેષતા માટે, ઘણી આમદાની છતાં વહેલા નિવૃત્ત થયાં છે. દાનધર્મ પણ ઉદારતાથી કરી રહ્યા છે.
સવિશેષ છેલ્લાં ત્રણેક ચાતુર્માસથી અમદાવાદ આવી પૂ. સાધુભગવંતોની નિશ્રામાં ઉચ્ચ આરાધના કરી રહ્યા છે. યથાશક્તિ તપની આરાધનામાં પ્રવૃત્ત છે. વળી શાસ્ત્રોક્ત પદ્ધતિને સમજીને તે પ્રમાણે આચાર પાળે છે. પાછા ડીટ્રોઈટમાં સ્થિરતા હોય ત્યારે તે રીતે સૌને માર્ગદર્શન આપવામાં સહકાર આપી રહ્યા છે. ડીટ્રોઈટમાં તેમનું આદરભર્યું સ્થાન છે. તેમને પણ સૌમાં ધર્મકલ્યાણની ભાવના છે. મને મળ્યું છે. સૌને મળો.
ન્યૂજર્સીમાં ચંદ્રકાંત મહેતા સ્વાધ્યાયકાર તરીકે મારી અને પૂ. પંડિત ધીરજલાલ પાસે શાસ્ત્રાભ્યાસ કરીને તૈયાર થઈ ગયા છે. હવે સ્વયં તેઓ જ સામાયિક જેવાં અનુષ્ઠાનોમાં લોકભોગ્ય અભ્યાસ કરાવી રહ્યા છે. અન્ય સ્થળે શ્રી પર્યુષણ પર્વની આરાધના કરાવે છે.
તાજેતરમાં નિવૃત્ત થવાથી હવે વિશેષ પ્રકારે સ્વલક્ષ્ય ધર્મારાધનામાં પ્રવૃત્ત થતા જાય છે. તેઓ તથા તેમનાં પત્ની પ્રવીણાબહેન ભારતમાં આવીને પણ આરાધના કરતા હોય છે. આ પ્રમાણે ઘણાં કેન્દ્રોમાં સ્થાનિક સેવાભાવી પ્રવચનકારોનો લાભ મળતો રહે છે.
વર્ષોથી વસેલાં ગુજરાતીઓ-ભારતવાસીઓ કૌટુમ્બિક કે આર્થિક રીતે સ્થાયી થયાં છે, તેઓની આ રીતે ધાર્મિક જીવન પ્રત્યે દૃષ્ટિ કેળવાઈ છે. વળી પોતાનાં બાળકોને આ સંસ્કાર મળે તેવી જાગૃતિ આવી છે. સ્થાનિક પ્રવચનકાર દ્વારા દર સપ્તાહે સૌ એક વાર સ્વાધ્યાય, સત્સંગ, દર્શન નિયમિત રીતે દરેક કેન્દ્રમાં કરતા હોય છે.
દર વર્ષે ઉનાળામાં ચાર માસમાં ભિન્ન ભિન્ન પ્રવચનકારો-સાધકોના પરિચયમાં આવવાથી તેઓમાં આહારાદિમાં શુદ્ધિ, વ્યસનમુક્તિ, નિયમોની રચિ, શાસ્ત્રાભ્યાસ, સામાયિક જેવાં અનુષ્ઠાનોની ભાવના જાગ્રત થઈ મારી મંગલયાત્રા
૩૧૩
વિભાગ-૧૧ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International