SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ સાથે લાવનાર જન્મથી જ્ઞાનવૃદ્ધ હોય છે. તેવું તેમની બાબતમાં બન્યું હતું. શાળાના અભ્યાસની તેમને જરૂર ન હતી. વ્યવહાર પુરતો કર્યો. સ્વયં પોતે જ બાર વર્ષની ઉંમરે આશ્ચર્યજનક છતાં ધર્મની વિગતોથી ભરપૂર લેખન કરતા. સોળ વર્ષની ઉંમરે મોક્ષમાળા લખાઈ. પ્રગલ્કતા વિશેષ પ્રગટ થઈ હતી. વ્યાપારમાં જોડાયા ત્યારે “સાચા શેઠ” તરીકે બજારમાં ઓળખાતા. - સવિશેષ વ્યાપારમાં બેઠા, વૈરાગી જેવી તેમની ચર્ચા હતી. માતા સ્થાનકવાસી સંસ્કારવાળાં, પિતા વૈષ્ણવધર્મી. પરંતુ શ્રી રાયચંદ તો ગચ્છમતથી પર. જો કહેવું હોય તો એમ કહેવાય કે આત્મામતના હતા. આમ તેમની દૃષ્ટિનું ફલક અતિ વિશાળ અને ગહન હતું. સાતેક વર્ષની વયે તેમના કાકાનાં અકાળ અવસાન અને અંતિમક્રિયા જોઈ તેમને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું હતું. તે પ્રસંગ તેમની પૂર્વની આરાધનાનો અંકોડો બન્યો, જેથી તેમનામાં વૈરાગ્યની ભાવનાઓ દઢ થઈ. વળી તેઓ સહેજે જયોતિષનું જ્ઞાન ધરાવતા હતા; તે ઉપરાંત શતાવધાની હતા. જગતજીવોને સામાન્યતઃ અલભ્ય એવા શતાવધાન જેવા જ્ઞાનની તેમને સહજ પ્રાપ્તિ છતાં તેમાં લૌકિકતા જાણી ક્ષણમાત્રનો વિચાર કર્યા વગર તે વિદ્યાઓ અપ્રગટ કરી. જો તેમણે ધાર્યું હોત તો આ વિદ્યાઓથી અઢળક સંપત્તિ પ્રાપ્ત કરી શકયા હોત. પરંતુ અંતરમાં અનાસક્તયોગની શક્તિ ઝળહળતી હતી. સાચા સુખનું મહાભ્ય આત્મસાતુ હતું. તેથી તેમને ધનની ટંકશાળ પણ તુચ્છ લાગી. પ્રસિદ્ધિ તો એક પ્રકારનું બંધન જ લાગ્યું. વળી ગૃહસ્થજીવન હતું, ભોગકર્મ બાકી હતું. માતાપિતા-પત્નીપુત્રો પરિવારની જવાબદારી હતી. એટલે મુંબઈમાં શ્રમજીવન પસંદ કરી, સચ્ચાઈથી ધંધો કરી, જેની લેણદેણ હતી તે ચૂકવતા હતા. તેમ છતાં તેમનું ચિત્ત તો સત્સંગ ઝંખતું. જરા પણ સમય મળે કે ધંધો મૂકી તરત જ સત્સંગપત્રો લખે. તે પત્રોનો અભ્યાસ કરીએ તો જણાય કે તેમની અંતરંગ દશા અને વ્યથા કઈ હતી. જાણે ગૃહસ્થજીવન પણ નિર્જરા માટે જ હતું. અંતરંગના કોઈ ભાવો કઠિન શબ્દોમાં અંકિત થયા છે તે સંપ્રદાયવાદીને ખટકે તેવા છે. પરંતુ તેમાં તેમનો અહંકારરહિત સહજ વિભાગ-૯ મારી મંગલયાત્રા ૨૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001999
Book TitleMari Mangalyatra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2006
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy