________________
ઈડર-શ્રીમદ્ રાજચંદ્ર વિહારભવન (ઘંટિયો પહાડ) :
કૌટુમ્બિક સંબંધથી પરિચિત શ્રી રમણભાઈ તથા વસુબહેન સાથે ઈડર જવાનું થતું. મુંબઈ છોડ્યા પછી અમદાવાદ સ્થિર થઈ. એટલે તેઓનો સાથ મળતો. એક વાર લગભગ ૧૯૫૪માં ઈડર એટલે તદ્દન કુદરતી વાતાવરણમાં બે-ત્રણ પતરાંના છાપરાવાળાં મકાનોનો આશ્રમ. લગભગ ૩૫૦ જેટલાં પગથિયાં ચઢી ટેકરી ઉપર રહેવાનું. ત્યારે લાઇટ, પંખા, પાણીની વ્યવસ્થા આ ટેકરી પર ન હતી. નીચે જઈ સ્નાનાદિ કરવાનાં. કોઈ વાર માણસો કાવડથી પાણી ઉપર લાવતા. કોઈ વાર સાપ, રીંછ, દીપડા જેવાં પ્રાણીઓ દેખાય. આજે પણ તે જીવો દેખાય છે. એટલે ખૂબ કાળજીપૂર્વક રહેવું પડે. તેમના કુટુંબમાં બધાને રુચિ એટલે ઉનાળાના વેકેશનમાં બાળકો સાથે દસ-પંદર દિવસ ત્યાં જતાં. જો તમારે હાલ તેની ઉપમા આપવી હોય તો ઓવનમાં બપોરના ૧૨ થી રાતના આઠ સુધી રહેતાં. રાતના આઠ-નવ વાગે પથરા ઠરતા. દિવસે ચારે બાજુ સૂકા ડુંગરા તપે. છતાં સૌ આનંદથી રહેતા. કારણ કે વધુ સગવડની ટેવ તે સમયે ઓછી હતી ને ?
ઈડરની આ ટેકરી શ્રીમદ્ રાજચંદ્રના ચરણસ્પર્શથી પાવન થયેલી છે. તેઓ એક શિલા પર સાત કલાક આરાધના કરતા. મુનિઓને ઉપદેશ આપતા. તેમના દેહવિલય પછી તેમના અનુયાયી ભક્ત શ્રી ભોગીભાઈએ ઈ.સ. ૧૯૩૦માં એ ટેકરી પર નિવૃત્ત જીવન ગાળવા થોડી સગવડ કરી હતી. શ્રીમદ્જીની પવિત્રભાવનાનાં સ્પંદનોનો ત્યાં લાભ મળતો. આજે તો ખૂબ સુવિધા-સગવડવાળા નિવાસની રચના કરવામાં આવી છે. તીર્થભૂમિ તરીકે આજે પણ સાધકો ત્યાં સાધના કરે છે. નાનું દેરાસર, ઉપાસના. સ્વાધ્યાયખંડ-વાસ્તવમાં પૂરી ટેકરી જ ઉપાસના માટે પવિત્ર છે.
ત્યારપછી સામાજિક ક્ષેત્રે સેવાકાર્ય લીધું. એટલે જવાનું ઓછું થયું. તે પાછું ૧૯૭પથી લગભગ ચાલુ થયું. ૧૯૭૮માં ચાતુર્માસમાં દોઢ-બે માસ સળંગ રહેવાનું બન્યું ત્યારે જયોતિબહેન ત્યાં ઘણુંખરું હોય એટલે તેમનો સત્સંગ-સહકાર મળી રહેતો. શ્રીમદ્ રાજચંદ્ર વિષે અંતરભાવ :
શ્રીમદ્ રાજચંદ્ર વિષે તેમના પ્રભુત્વ વિષે જાણવા તેમનું ગદ્યપદ્ય સાહિત્ય પૂરતું છે. છતાં અહીં પ્રસંગોપાત્ત જણાવવું છે. તેઓ સૌરાષ્ટ્રના મોરબી સ્ટેટના વવાણિયા ગામમાં હીરાની ખાણમાંથી હીરો ઝગમગે તેમ તેઓનો જન્મ લગભગ ૧૩૦ વર્ષ પહેલાં થયો હતો. પૂર્વજન્મની જ્ઞાનસંપત્તિ મારી મંગલયાત્રા
૨૧૩
વિભાગ-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org