________________
પારમાર્થિક માર્ગે પૂ. આચાર્ય ભગવંતોનું કૃપાંજન
(અમદાવાદ ૧૯૮૪થી)
પૂ. આ. શ્રી ભદ્રંકરસૂરિજી
જેમની નિશ્રામાં સ્વાનુભવ યુક્ત શાસ્ત્રાનુસારી સમ્યક્ત્વનો બોધ પ્રાપ્ત થયો. પૂ. આ. શ્રી ચંદ્રોદયસૂરિજી
અધ્યાત્મસાર જેવા ગ્રંથલેખનના પ્રેરક તથા શ્રાવકધર્મના બોધ દાતા. પૂ. શ્રી આગમવેત્તા જંબૂવિજ્યજી
પ્રમાદરહિત પ્રસન્ન મુદ્રિત જીવન ઉપયોગી તત્ત્વ બોધ દાયક પૂ. આ. શ્રી ભક્તયોગી યશોવિજ્યસૂરિજી ગુરુમાહત્મ્યથી મળતો સન્માર્ગ, ભક્તિથી મુક્તિના સન્માર્ગની શ્રદ્ધા યુક્ત બોધ પ્રાપ્તિ.
પૂ. આ. પ્રધુમ્નસૂરિજી
પ્રાચીન અર્વાચીન સાધુ સંતો, શ્રાવક શ્રાવિકારૂપ ઉત્તમરત્નો-પાત્રોના જીવનપ્રસંગો ખોલીને પ્રેરણા પ્રદાતા.
સ્વ. પૂ. આ. શ્રી. ભદ્રગુપ્તસૂરિજી શ્રેષ્ઠ સાહિત્ય સર્જક લેખનના માર્ગદર્શક
:
પૂ. આ. શ્રી રત્નસુંદરસૂરિજી
આમ તો પ્રવચન પ્રભાવક પરંતુ દર્શનાર્થે જવાનું થતું ત્યારે અનુપ્રેક્ષા જેવા આત્મશોધન વિષયનું માર્ગદર્શન મળી રહેતું.
પૂ. આ. શ્રી નરવાહનસૂરિજી
નવતત્ત્વ તથા કર્મપરિપાકના દરેક પ્રશ્નના સંક્ષિપ્ત અને સચોટ સમાધાન મળી રહેતું.
પૂ. આધ્યત્મયોગી આ. શ્રી. વિજ્યકલાપૂર્ણસૂરિજી (પૂ. ગુરુદેવ) અનેક વિધ વિદ્વાનો-સંતોના પરિચય પછી મૂળ સ્ત્રોત પ્રત્યે ભક્તિમાર્ગની વિશેષતાથી સન્માર્ગની તત્ત્વ દૃષ્ટિ યુક્ત નિઃશંકતાના દાતા.
પરોક્ષતામાં પ્રત્યક્ષતાનો બોધ :
પૂ. પંન્યાસજી ભદ્રંકરવિજયજી
જેમના સાહિત્ય શ્રુત વડે આધ્યત્મ સિંચન થયું.
પૂ. શ્રીમદ્ રાજચંદ્રજી
જેમના પાદસ્પર્શ યુક્ત પવિત્ર ભૂમિમાં સાધનાનો યોગ મળ્યો.
વિશેષ નોંધ : સૌ પ્રથમ ધર્મમાર્ગના બોધદાતા ઈ.સ. ૧૯૩૬ લગભગના ત્રિપૂટિ બંધુમાંથી પૂ. શ્રી ન્યાયવિજ્યજી હતા. ત્યાર પછી ઘણા સમયે તે સંસ્કારના પાયા પર પાછી પૂ. આ. પ્રવરશ્રી દ્વારા ઈમારત રચાઈ,
મારી મંગલયાત્રા
Jain Education International
૩૮૩
For Private & Personal Use Only
www.jainelibrary.org