________________
બીમારીમાં આંશિક આકુળતા છતાં સવિશેષ સમતા રહી તે પ્રભુકૃપા જ માનું છું. દેહાધ્યાસ ઘટે તેવું કંઈક ચિંતન થતું હતું.
જો કે મારા પરિવારનાં અતુલ, રમોના (પુત્ર-પુત્રવધૂ), દક્ષાએ ઘણી સગવડો ઊભી કરી હતી. સેવાચાકરી પ્રેમ અને તત્પરતાથી કરતાં. હું હસતા હસતા કહેતી કે “મારું પુણ્ય વપરાઈ જાય છે. બહુ સગવડ ઊભી ના કરો, આ દેહની બહુ આગતાસ્વાગતા ન કરો. આ ઉપરાંત અનુચર વર્ગમાં બાઈ, રસોઈયો, માણસો સૌ મા સમજીને કાળજી રાખતાં. ભોજનાદિ પણ અનુકુળ મળી રહેતાં. મારી સમતામાં આ સૌની સહાય કેમ ભૂલાય!
અમારા ડૉક્ટરો પણ બહુ આદર રાખતા. મણકાના ડૉક્ટર તો કહે : તમે એકાદ પુસ્તક લખો આ દરદ તદ્દન મટી જશે. પગના ડૉક્ટર કહેતા : હવે એકાદ પ્રવાસ અમેરિકાનો ગોઠવી દો. ફિઝિયોથેરેપિસ્ટ કહે : તમે હવે બહાર જાવ, બધી તમારી પ્રવૃત્તિઓ ચાલુ કરી દો. હવે કંઈ ચિંતાનું કારણ નથી. અને મેં લગભગ પૂર્વની જેમ સ્વાધ્યાય-લેખન પુનઃ યથાવત્ ચાલુ કર્યા છે. શરીરમાં હવે કંઈ તકલીફ નથી.
આ બીમારીમાં અમારાં સત્સંગી બહેનોની મનોભાવના એવી કે અમારાં બહેન જલ્દી સાજા થઈ જાય. રોજે જ તેઓ આવતાં ભક્તિપદો સંભળાવતાં. આમ પૂરા દિવસનો સાત્વિકતાત્વિક ક્રમ ચાલુ રહેતો. એટલે પછી સમય નક્કી કર્યો કે સૌએ ૩ થી ૪-૩૦ આવવું, ભક્તિ કરશું અને દક્ષાબહેન શાસ્ત્રવાચન કરશે. હંસાબહેન, પદ્માબહેન તો લગભગ રોજ આવે અને સ્વાધ્યાયમાં સાથ આપતાં. સમય નક્કી થવાથી નિવૃત્તિ મળી રહેતી.
વર્ષોથી જેની સાથે સત્સંગના, વીતરાગવાણીના વિનિમયનું સાતત્ય જળવાયું છે તેવા કલ્યાણમિત્ર શ્રી જ્યોતિબહેને આ દિવસોમાં કોબાથી આવી અમદાવાદ રહીને ઘણો સાથ આપ્યો. વચનામૃતના આધારે તત્ત્વદષ્ટિયુકત તેમનો અભ્યાસ છે. તેઓ કહેતાં : “આપણે સૌએ અશુભયોગમાં આપણા સ્વાધ્યાયની શીખનો ઉપયોગ કરવાનો છે. આપણી પરીક્ષા આવા સમયે થાય છે. મહામુનિઓના ઉપસર્ગાદિનું સ્મરણ કરી દેહભાવ છૂટે તેવું બળ કેળવવાનું છે. તેઓને કંઠે વસેલાં ઘણાં વચનામૃતનું પાન કરાવીને આંતરિક પ્રેરણા આપતાં.
આ દિવસોમાં પરિમલે સત્સંગનો ખૂબ લાભ આપ્યો. મેં તો વર્ષો પહેલાં અમેરિકામાં તેને અંગુલિનિર્દેશ જ કરેલો કે તત્ત્વનો પરિચય કરવા મારી મંગલયાત્રા
વિભાગ-૧૩
૩૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org