SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ કહેતી આ બધું સત્ય હોય તોય હું સાચું કહું મારું મન વેદનામાં જોડાઈ જતું. વેદનાને જાણનારો જુદો છે, દેહથી જુદો છે - તે વિચારમાં લેતી. પણ વાસ્તવિક જુદો પડતો નથી તેવું મને લાગે છે.' શ્રી ગોકુળભાઈ ભેદજ્ઞાનના પ્રાયોગિક અભ્યાસવાળા છે. બીમારીમાં શરીરની આગતા-સ્વાગતા ન કરે, પણ જાણનાર છું તેનો સતત અભ્યાસ કરે. તે મને સમજાવતા. સંસારી જીવોને ચારિત્રનું બળ ન હોય, એટલે નિષ્કપાયભાવની દૃઢતા નથી હોતી અને કષાયભાવ જોડાયેલો હોય છે, એટલે આત્મશક્તિ દબાય છે. આથી ભેદજ્ઞાન સધી ઉપયોગ ટકતો નથી. સમતા, પ્રસન્નતા રહી તે ભૂમિકા પ્રમાણે ઠીક છે પણ જ્યાં સુધી ચારિત્રવૈરાગ્યનું બળ વૃદ્ધિ ન પામે ત્યાં સુધી ભેદજ્ઞાન થાય નહિ છતાં ઉપયોગને આત્મભાવ પ્રત્યે વાળવા પ્રયત્ન કરવો. દક્ષા પૂરા ત્રણ-ચાર માસ સુધી રાત્રિદિવસ સાથે રહી. તે ભક્તિપ્રધાન અને સત્સંગપ્રેમી હોવાથી મને ઘણો અનુકૂળ સહવાસ મળ્યો. ત્યાર પછી હું જાતે જ મારી સાધના કરવા જેવી સક્ષમ થઈ ગઈ એટલે રોજના પ્રતિક્રમણાદિ ક્રમ નિયમિત થતા ગયા. વળી સાંજે બે કલાક શાસ્ત્રવાંચન દક્ષા સંભળાવતી. ત્રણ માસમાં વચનામૃત, સમયસારનો સાર, પરમાત્મપ્રકાશ, પંચસૂત્રનાં પ્રવચનો જેવા ગ્રંથોનું અધ્યયન કર્યાનો અવસર મળ્યો. તેમાં દક્ષાને ઘણો લાભ થયો. તેના ભક્તિરસમાં તત્ત્વબોધ ભળ્યો. કોઈ સત્સંગી આવતા હતા. લગભગ પાંચ માસ પછી પર્યુષણનો પ્રારંભ થતાં પ્રભુપૂજન, વિશેષ અનુષ્ઠાન, આશિક તપ, અને સંવત્સરી પ્રતિક્રમણ (ઉપાશ્રયમાં) કરવાનો યોગ પણ થયો. દિવાળી પછી અસલની જેમ રોજના બહેનોના સ્વાધ્યાય શરૂ કર્યા. પગની સામાન્ય તકલીફ સિવાય અસલની જેમ આરાધના થતી રહે છે. પૂ. યશોવિજયસૂરિજી કહેતા : પ્રભુની કૃપા અનુગ્રહ અને નિગ્રહ બે પ્રકારે સ્વીકારવી. શુભના ઉદયમાં જે કંઈ આરાધના બને તે અનુગ્રહ કપા છે જેમાં સાધના વિકસતી જાય છે. નિગ્રહ એટલે અશુભ કર્મના ઉદયમાં નિર્જરાના યોગ-સંયોગ મળ્યા કરે, કર્મ નિખરતું જાય, તે નિગ્રહ કૃપા. મને આ બોધનું ઘણું બળ મળ્યું. મારો અશાતાનો કઠિન ઉદય હતો. સંભવ છે કે આઠ દસકામાં આવી બીમારી ભોગવી નથી. આ વિભાગ-૧૩ ૩પ૦ મારી મંગલયાત્રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001999
Book TitleMari Mangalyatra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2006
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy