________________
અમદાવાદમાં સામાજિક કાર્યનો પ્રારંભ
(૧૫૮-૧૯૮૪)
પ્રારંભમાં મૂંઝવણ :
અમદાવાદ સ્થિરતા પછી પૂ. પંડિતજીના માર્ગદર્શન પ્રમાણે તેમની પાસે તેમનું જરૂરી સામાન્ય વાંચન ચાલુ રાખ્યું. તેમાં મને ઘણું જાણવાનું મળતું. તેમની આજ્ઞા, સલાહ મુજબ મેં પૂ. ત્રિકમલાલ બાપુજી પાસે જઈ વાત કરી કે મારે સામાજિક કાર્ય કરવું છે. તેઓ મને અમદાવાદના વિકાસગૃહમાં લઈ ગયા. ત્યારે સંસ્થાપક પુષ્પાબેન મહેતા હતાં તેમનો પરિચય કરાવ્યો. હું વધુ ભણેલી નહિ એટલે, મને કામ સોંપ્યું રેંટિયો કાંતતાં શીખવવાનું એમ સામાજિક સેવાનો પ્રારંભ થયો. જો કે મને એ કામ ફાવ્યું નહિ. એટલે એ સેવા ત્યાં જ અટકી ગઈ.
મારું મન વિરહના શોકમાંથી તથા અન્ય વિષમ સંયોગોથી હવે હળવું બન્યું હતું. પરંતુ મારે સમયનો સદુઉપયોગ કરી જીવનને પ્રફુલ્લ કરવું હતું. જીવનની સાર્થકતા કરવા મને ક્યાં તો ધાર્મિક શિક્ષણ કે ક્યાં તો પરોપકારયુક્ત જીવન આ બે પાસા દેખાતા હતા. તેમાં પૂ. પંડિતજીની સલાહથી મેં માનવસેવાની ભાવના રાખી. સાથે સત્સંગ-સ્વાધ્યાયનો યોગ તો હતો જ. વળી સંસ્કાર પ્રમાણે ઘરે સામાન્ય ધર્મ-અનુષ્ઠાન થતાં હતાં. સત્સંગી મિત્રોનો સંપર્ક રહેતો હતો.
અગાઉ જણાવ્યું તેમ મુંબઈમાં તેઓની ઉપસ્થિતિમાં સુખી જીવનમાં મળેલા સમયના સપિયોગ માટે સેવાકાર્ય કર્યું હતું. અમદાવાદ સ્થિર થયા પછી એક વર્ષ પૂરું થયું. ત્યાં વિકાસગૃહમાં મળી હતી તે શ્રી પુષ્પાબહેને મનમાં મારી ભાવનાની નોંધ રાખી હશે. તેથી એક દિવસ તેમનો ફોન આવ્યો કે ભદ્રમાં અમદાવાદ જિલ્લા પંચાયતના મકાનમાં સમાજકલ્યાણ સમિતિ દ્વારા ગ્રામવિસ્તારનું કામ ચાલે છે. તે સમિતિના તમને “ચેરમેન' તરીકે નીમવામાં આવ્યાં છે. તમે કાલે સવારે અગ્યાર વાગ્યા પછી ત્યાં જજો.
મેં ભલે' કહીને ફોન મૂકી દીધો. પછી વિચાર કર્યો કે મને હજી એ ખબર નથી કે ચેરમેન એટલે શું અને ચેરમેને શું કરવાનું? આમ આ “મોનિટર' છતાં મારે ઘર બહાર બધાં જ ક્ષેત્રો અણખેડાયેલાં એટલે કાર્યની ભાવના હતી, પણ મૂંઝવણ થઈ. આથી બાપુજીને ફોન કર્યો કે
મારી મંગલયાત્રા
૧૫
વિભાગ-૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org