________________
રમીએ. સૂઈ જઈએ. આમ કંઈ ક્લેશ કે વિક્ષેપ વગર જીવન પાણીના રેલાની જેમ સુખમાં વહ્યું જતું હતું. વળી તેઓના શોખ પણ ભારે. મારે બજારમાં સાડીઓ જોવા મહદ્અંશે જવું ન પડે. અમરચંદકાકાની પુત્રી મંજુલાબહેન નવી સાડીઓ લાવે એટલે તેઓ મંગાવી લે. તે રીતે અલંકારો નવા નવા આવી જાય.
અતુલ-દક્ષાને પણ દર ત્રણચાર માસે નવાં નવાં કપડાંના ઢગલા થાય. પોતે પણ તેવા જ ભારે કપડાં લાવે. બીજી પણ અનેક વસ્તુ ઘરમાં આવે. એ પ્રમાણે દાન જેવાં કાર્યો પણ કરે. આવી મસ્તીથી જીવતા હતા. મુંબઈમાં જગતશેઠની ઉજ્જવળ કારકિર્દી :
૧૯૪૭માં મુંબઈ ગયા પછી હ્યુજીસ રોડ પર મકાન લીધું અને ખાલી જગામાં બીજા ત્રણ માળ બાંધ્યા, અદ્યતન ફરનિચર વગેરે વસાવ્યું. વળી તેઓનો ધંધો સફળતાપૂર્વક વિકસતો હતો. વય નાની (૩૦/૩૧) પણ તે ક્ષેત્રે ભાગ્ય મોટું હતું ! અમદાવાદ લોખંડ એસોસિએશનના પ્રમુખ હતા. મુંબઈમાં એક વર્ષમાં સારી ખ્યાતિ મેળવી. ધન-સમૃદ્ધિમાં વધારો થયો. સાથે દાન-ધર્મ પણ રુચતો ગયો અને દાનનું સત્કાર્ય થતું રહેતું.
વર્ષમાં એક વાર ખૂબ દબદબાથી હિલ સ્ટેશને એકાદ માસ જવું. નવી નવી વસ્તુઓ ખરીદવી. ઘણા પ્રકારના મોજશોખથી રહેવું. વર્ષમાં એકબે વાર યાત્રાએ જવું. ત્યાં પણ લક્ષ્મીનો સદ્વ્યય કરવો. જરૂરિયાતવાળાને ગુપ્ત રીતે સહાય કરવી, ઉત્સવ-મહોત્સવ કરવા. ધાર્મિક સંસ્થાઓમાં યોગદાન કરવું એટલે એ ક્ષેત્રમાં પણ સારી ખ્યાતિ મેળવી.
અમદાવાદ કુલ સાતેક મકાનો હતાં. વળી મુંબઈનાં મકાનોનો વધારો થયો. આ સર્વ પરિસ્થિતિમાં મારા મનમાં કેટલાક પ્રશ્નો ઉદ્દભવતા કે આટલું બધું શા માટે ? વળી હવે ભાઈ ન હતા એટલે પેલા ગાંધી બાપુની હાકલ સંભળાતી. જો કે ૧૯૪૭માં આઝાદી મળી એટલે દેશની રૂપરેખા બદલાઈ ગઈ. ગાંધીબાપુ કહેતા, ““સૌ રચનાત્મક કામ કરો.” અને મને એ વાત રચતી. મુંબઈમાં મારી મૂંઝવણ :
વળી મારા માટે મુંબઈમાં સમય પસાર કરવો તેની મૂંઝવણ હતી. નવું હતું એટલે મિત્રો નહિ, ત્યારે આજ જેવા ધર્મનાં મંડળો નહિ, ક્લબ જેવું જીવન તો પસંદ ન હતું. ઘરમાં નોકરો કામ કરે તે જોવા સિવાય કંઈ મારી મંગલયાત્રા
વિભાગ-૪
૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org