________________
તે મારી પાસે બેઠી હતી. મેં પૂછ્યું : “તું વકીલાત ન કરે તો તમારું જીવન નભે તેવું સાધન છે.” “હા.”
““હમણા રહીએ છીએ તે રીતે રહી શકીએ, થોડો ફેરફાર કરવો પડે, તે સિવાય કંઈ અગવડ નથી.”
' કહ્યું : “જો, બે ગાડી છે, ઘરમાં ડ્રાઈવર તથા બાઈ વિગેરે છે. સુખેથી ખાઈ-પીને રહી શકો તેમ છો તો પછી આ વકીલાતનો વળગાડ જવા દે. એ વળગણ પછી નહિ છૂટે. હવે જ્યારે આવી દુઃખદ પરિસ્થિતિ પેદા થઈ છે તો પુનઃ આવા દુઃખો ન આવે તે માટે ધર્મમાર્ગ ગ્રહણ કરે તો તારું કલ્યાણ છે. આઠ-દસ વર્ષે બાળકો કમાતાં થાય ત્યાં સુધી ઑફિસ ચલાવવી, કોર્ટમાં આંટા ફેરા કરવા તેમાં પણ કંઈ શાંતિ નથી મળવાની કે દુઃખ ઓછું થવાનું નથી; ખાલી મને ક્યાંક રોકાયેલું રહે. હવે મનને રોકવું છે તો ધર્મમાર્ગ ઉત્તમ છે. કદાચ થોડી કરકસર કરીએ તો પણ તેમાં હિત છે.” દક્ષાનો ધાર્મિકક્ષેત્રે પ્રવેશ:
દક્ષાના શ્વસુર પક્ષનાં સગાંઓની, ત્રણે ભણેલાં નણંદોની સલાહ તો ઑફિસ વિગેરે ચાલુ રાખવાની હતી જેમાં બાળકોનું હિત હતું. પરંતુ પુણ્યયોગે દક્ષાને મારી વાત સમજાઈ. અને તેણે સાતેક દિવસ પછી નિવાસે સત્સંગમાં આવવાનું શરૂ કર્યું.
વળી સદ્ભાગ્યે આ દિવસોમાં વિદુષી, વાત્સલ્યમય, પ્રસન્નવદના સાધ્વી પૂ. શ્રી નંદિયશાશ્રીજી ઉપસ્થિત હતાં. મને તેમની આધ્યાત્મિકતાનો પરિચય હતો. તેથી તેમના પ્રત્યે મને અહોભાવ હતો. દક્ષાને હું તેમની પાસે લઈ ગઈ. મારા મનમાંથી સહસા જ ઉદ્ગાર નીકળ્યા કે “હું તો જન્મદાતા મા છું, મારામાં રાગના ભાવ હોય તે સ્વાભાવિક છે. તમે ધર્મ-કલ્યાણદાતા મા છો, તમને સોંપું છું, તેને આત્મશાંતિ મળે તેમ તમારે સંભાળ રાખવાની છે.”
કોઈ શુભ ઋણાનુબંધથી દક્ષાને તેઓની સાથે ખૂબ જ અનુકૂળ પડ્યું. તે આજે પણ તેમને ગુરુપદે માને છે અને માર્ગદર્શન મેળવે છે. તેમની સ્થિરતા હોય ત્યારે અને અન્યત્ર હોય ત્યારે તેમની પાસેથી બોધ મેળવ્યા કરે છે. થોડા પરિચય પછી તેઓએ દક્ષાને સચોટ બોધ આપ્યો કે “નિરંજનના મૃત્યુના ભાગે તને ધર્મપ્રાપ્તિ થઈ છે તેને હવે વળગી રહેજે.'
દક્ષાની સ્મરણશક્તિ પણ સારી છે. આથી વળી મેં તેને પંચપ્રતિક્રમણ મારી મંગલયાત્રા
વિભાગ-૧૧
૨૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org