________________
| શ્રીમદ્ રાજચંદ્રની પાવન ભૂમિની સ્પર્શના
સામાજિક કાર્યથી નિવૃત્ત થવાની ભાવના સાથે, પૂ. દીદીના સમાગમમાં હતી. પરંતુ ત્યાં સકારણ મુક્ત થઈ. મારો અભિગમ ધ્યાન, મૌન, શાસ્ત્રવાંચનની મુખ્યતાવાળો હતો. અમારા સત્સંગી મિત્રો, વસુબહેન તથા રમણભાઈ, જ્યોતિબહેન ઈડર રહેતા હતા. પૂ. બાપુજી શ્રીમદ્ રાજચંદ્રની શ્રદ્ધામાં હતા. અને પૂ. દીદી પાસે આવતા કેટલાક સાધકો પણ એ મતમાં હતા. તેથી તે સૌની સાથે ક્યારેક ઈડર, વડવા જેવા સ્થળે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં જવાનું થતું હતું.
વાચકને થશે તમારા કુટુંબની પરંપરામાં તો ધર્મની પ્રણાલી હતી. એ વાત સાચી પણ પ્રથમ જ જણાવ્યું તેમ તેઓના ગયા પછી એ બધા સંયોગો જ પલટાઈ ગયા. અમદાવાદ આવી, ઘર-દહેરાસર પરત પધરાવી દીધું. ભગવાન જ ઘરમાંથી વિદાય કર્યા, આથી સાધુ-સંતોનો સંપર્ક પણ છૂટી ગયો. અને તે પદ્ધતિનો સંપર્ક પણ છૂટી ગયો. વળી હું સામાજિક સેવા કરતી, ત્યારે જૈન સમાજમાં જવલ્લે જ એવાં ક્ષેત્રોમાં કોઈ બહેનો જોડાતી. આમ ઘણી રીતે જે પરંપરાગત સંયોગો હતા તેનાથી હું દૂર હતી. તેમાં મને આ સત્સંગી મિત્રો સાથે ખૂબ આત્મીયતા થઈ. અને મેં ઈડર, વડવા ક્ષેત્રે મારી નિવૃત્તપ્રધાન સાધનાને વેગ આપ્યો. વળી ૧૯૭૫થી લગભગ પૂ. દીદી આબુ ન હોય ત્યારે ઈડરમાં નિવૃત્તિ અને મૌન માટે જતી હતી, તેથી તે સ્થળ મને પરિચિત હતું.
તે દિવસોમાં નિવાસે હતી. મનમાં સાધનામાર્ગે વિકાસની ઝંખના હતી. થોડો અજંપો હતો. એક વાર સવારે લગભગ ચાર વાગે ઊઠી, રોજની સામાયિક સાધનાની જગાએ આસન પર બેઠી. મારી આંખો બંધ હતી, ત્યાં મને એકાએક ઓરડામાં પ્રથમ કંઈક પ્રકાશ દેખાયો. પછી એક તેજસ્વી હસ્તમાં ભગવાનના ચિત્રપટના સ્પષ્ટપણે દર્શન થયા, અને ભણકાર થયો કે આ તારો આધાર છે. ભક્તિ કરો, આગળનો માર્ગ મળી રહેશે. આ ચમત્કાર નથી, સહજ સંકેત છે. સંભવ છે કે શાસનદેવીની સહાય હોય. જે ચિત્રપટ મને વર્ષો પહેલાં ભરતભાઈએ આપ્યું હતું. થોડી વાર પ્રસન્ન ચિત્તે જોતી રહી, પછી તે ચિત્રપટ અદશ્ય થયું પણ મારા મન પર બરાબર અંકિત થયું હતું. મુંબઈથી અમદાવાદ સ્થળાંતરમાં તે ચિત્રપટ ગુમાઈ ગયું હતું. આથી પુનઃ તે મેળવવા હું સવારે ભરતભાઈને
મારી મંગલયાત્રા
વિભાગ-૯
૨૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org