________________
વર્ધમાન સ્વામી જે વર્ધમાન સ્વામી ગૃહવાસમાં છતાં અભોગી જેવા | હતા, અવ્યવસાયી જેવા હતા, નિઃસ્પૃહ હતા, અને સહજભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણામી હતા, તે વર્ધમાન સ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને નીરસ ગણીને દૂર પ્રવર્યા; તે વ્યવસાય, બીજા જીવે કરી કયા પ્રકારની સમાધિ રાખવી વિચારી છે, તે વિચારવા યોગ્ય છે. તે વિચારીને ફરી ફરી તે ચર્યા કાર્યું કાર્યો પ્રવર્તન પ્રવર્તને સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રૂચિ વિલય કરવા યોગ્ય છે.
એમ ન કરવામાં આવે તો ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુપદને વિષે થઈ નથી, અથવા આ જીવ લોકસંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા તે ઈચ્છે છે. પણ કલ્યાણ કરવાની તેની જિજ્ઞાસા ઘટતી નથી, કારણ કે બેય જીવના સરખા પરિણામ હોય અને એક બંધાય, બીજાને અબંધતા થાય એમ ત્રિકાળમાં બનવા યોગ્ય નથી.
- શ્રીમદ્ રાજચંદ્રજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org