________________
વિધિ તેની મમ્મીને બતાવો. તેઓનું હૃદય આવું કોમળ હતું.
- ત્યાર પછી એ વિધિ મેં શીખી લીધી તે પ્રમાણે ચાર માસ રડાવીને રોજે બે વાર તે મસાજ કરવું પડતું. નહિતર આઠ. દસ વરસની થાય ત્યારે સર્જરી કરાવવી પડે. આથી મેં મન દઢ કરીને એ મસાજ ચાર માસ કર્યા કર્યો અને ડોક સીધી થઈ ગઈ. આમ મારી છાપ જબરી છે એમ પડતી ગઈ. આખરે ફાવ્યા વખણાય તેવું છે.
લગ્નજીવનનાં સાતેક વર્ષમાં સામાન્ય પ્રસંગે કંઈ મનદુઃખ થતું તો તેનું સહજ સમાધાન થતું. તેઓ જે કંઈ સમાધાન કરતા તે સ્વીકારી લેતી. ભાઈના અવસાન પછી ભાભી તો પોતાની પ્રકૃતિ પ્રમાણે સંઘર્ષ કરતાં, મેં જોયું. હવે મને તે ખટકતું એટલે હું તેમના પર ગુસ્સે થતી. અતુલ જીદ કરે ત્યારે તેને પણ ધોલધપાટ કરતી. યદ્યપિ તેમની સમતા જોઈ શાંત થઈ જતી. કોઈ વાર એ તસવૃત્તિ લાંબી ચાલતી પછી જયારે મન શાંત થતું ત્યારે કહેતી કે તમે મારા ગુસ્સા સામે ગુસ્સો કરો તો મને લાગે છે કે હું શાંત રહી શકું.
તેઓ સ્મિત કરી લેતા, શું જવાબ આપે ! તેઓમાં બુદ્ધિપ્રતિભા હતી, યશસ્વી જીવન હતું, પરંતુ કોઈ ક્ષેત્રે તેઓ ઉગ્ર થઈ શકતા નહિ. કોઈના દોષ જોઈ શકતા નહિ. પછી મારો દોષ ક્યાંથી જુએ ! આથી મારા ગુસ્સાને સમતાથી નિભાવી લેતા, અતુલની જીદને વાત્સલ્યથી નિભાવતા, ભાભીની ઉગ્રતાને લક્ષ્યમાં લેતા જ નહિ. તેઓ કહેતા કે આપણને શું દુઃખ છે ! નાહકના અશાંતિ કરવી. પછી તો મુંબઈ ગયા. ત્યાં કોઈ વિશેષ સંઘર્ષનું કારણ ન હતું. જીવન સુખદપણે વહ્યું જતું હતું. તે આગળ જોઈએ.
| હતા કૌરવ અને પાંડવ, જગતના મહાબળી યોદ્ધા
ન જાણ્ય શ્રી કૃષ્ણ જેવાએ ન જાયું ભીષ્મપિતાએ સવારે શું થવાનું છે ?
વિભાગ-૩
૮૦
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org