________________
રોજ નિયમિત પ્રતિક્રમણ, સામાયિક, પૂજાભક્તિ, સત્સંગયાત્રા, અનુષ્ઠાન સઉલ્લાસ કરે છે. સ્વાધ્યાય કરવો અને કરાવવો તેને ખૂબ અનુકૂળ છે. ભક્તિયોગમાં તેની વધુ સ્થિરતા છે. તીર્થાટન એ એનો જીવનનો લ્હાવો છે.
૨૦૦૫ની આખરમાં મારી બીમારીમાં તત્ત્વના ગ્રંથોનું વાંચન કર્યું. અને શ્રી ગોકુળભાઈની કેસેટો સાંભળીને તેની તત્ત્વવિષયક દૃષ્ટિ પણ વિકાસ પામી છે. શ્રી ગોકુળભાઈના સ્વાધ્યાયમાં જવાથી તેને દેહ-આત્મા ભિન્ન છે, તેમ જાણવું, તે વાત સમજાતી જાય છે. આથી અંતરમાં દર્દ માટે રહેલો છૂપો ભય શાંત થયો તેમ તે કહે છે.
શ્રી ગોકુળભાઈ નિવાસે આવે ત્યારે અવારનવાર મળવાનું થાય છે. ત્યારે તેઓ તેને આ દષ્ટિથી પ્રાયે બોધ આપે છે. શ્રી ગોકળભાઈ સ્વયં દ્રવ્યદષ્ટિના અભિગમવાળા છે. “સ્વભાવના આશ્રયે ધર્મ થાય તે તેમનો વારંવારનો વિષય હોય છે. હું પરમાં કંઈ કરી શકું છું આ ભ્રમણા છોડી દો તો બધા વિકલ્પ ટળી જશે. તે દૃષ્ટિ કેળવવા તેવો સમાગમ રાખવો અને સત્યતત્ત્વની શ્રદ્ધા કરવી, માર્ગ આ રીતે છે. તેમ તેઓ ભારપૂર્વક કહે છે.”
શ્રી ગોકળભાઈના સમાગમથી તેને ઘણો લાભ થયો, ચિત્તની પ્રસન્નતા ટકી જાય છે. અને આત્માને દર્દ નથી તે દેહથી અને દર્દથી જુદો છે તે વિચારબળને કેળવતી જાય છે. અમે મા-દીકરી ધર્મચર્યામાં સરખી પદ્ધતિનાં હોવાથી અમારી સાધનામાં અન્યોન્ય પૂરક થવાનું બને છે, તેથી અમે મળીએ ત્યારે સાંસારિક, વ્યવહારિક વાતો અતિગૌણ હોય, કે પ્રસંગોપાત્ત હોય. તે સિવાય મુખ્યત્વે સત્સંગ, વાંચન અમારું માધ્યમ હોય છે. અર્થાત્ અમે કલ્યાણમિત્રોની જેમ રહ્યા છીએ.
આમ સાતેક વર્ષ થયાં ને શાલીન મોટો દીકરો એલએલ.બી. થયો. દક્ષાએ વિચાર્યું કે અમેરિકા જઈને એલ.એલ.એમ. કરે તો સારું. જોકે એટલું મોટું ખર્ચ કરવાની થોડી તકલીફ હતી. પરંતુ તે જોગવાઈ મિત્રો દ્વારા થઈ, અને એક વર્ષમાં દીકરો અમેરિકા કોલંબસ યુનિ.માં ભણીને આવ્યો. તે દરમ્યાન તેનાં લગ્ન થયાં, અને અમેરિકા બરાબર ગોઠવાયું નહિ તેથી પાછો અમદાવાદ આવ્યો. પિતાજીની જેમ કુશળ વકીલ તરીકે ખ્યાતિ પામતો જાય છે.
તે દરમ્યાન બીજો દીકરો વિરલ એલએલ.બી. થયો. દક્ષાએ હિંમત કરી મિત્રોની સહાયથી તેને પણ અમેરિકા હાર્વર્ડ યુનિ.માં ભણવા મોકલ્યો. મારી મંગલયાત્રા
૨૯૭
વિભાગ-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org