________________
સ્વભાવ ભદ્રિક હોવાથી કષાયની મંદતાને કારણે તેની પાત્રતા વિકસતી જાય છે.
વળી મારી સાથે ઉત્તમ મહાત્માઓ, આચાર્ય ભગવંતોનો પરિચય થતો ગયો. પૂ. શ્રી રત્નસુંદરજી, પૂ. શ્રી યશોવિજયસૂરીશ્વરજી, પૂ. શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી, પૂ. શ્રી નરવાહનસૂરીશ્વરજી જેવા આચાર્યોનું પણ સાન્નિધ્ય મળવાથી જીવનમાં પ્રસન્નતા પાંગરી તે મહતુ પુયોગ થયો.
વળી ઑફિસનાં કાર્યોમાં કંઈ ગરબડ થતી. તેથી તે કાર્ય બંધ કર્યું. નાનામોટા અન્ય સંઘર્ષો-પ્રસંગો બનતા, પરંતુ તેમાં તે સમાધાન મેળવી લેતી, ગુરુજનોના બોધથી આર્તધ્યાન ગૌણ બનતું. બીજી મોટી તકલીફ ન હતી. મિત્રો સાથે સત્સંગના નાતે બંધાયેલી એટલે એ સંબંધો નિર્દોષ હોવાથી તેનો સમય પ્રસન્નતાથી પસાર થાય છે.
- ૨૦૦૫ના એપ્રિલના મોટર-અકસ્માતે મને ગંભીર ઈજાઓ થવાથી મારી બીમારી ચારથી છ માસ સુધી રહી, ત્યારે તેણે સતત સાથ આપીને સવિશેષ મારું આરાધનાનું બળ જળવાય તે રીતે રોજનાં અનુષ્ઠાન કરાવવાં, સ્વાધ્યાય કરવો અને સારવાર કરવામાં ઘણો શ્રમ લીધો. જોકે તે શ્રમ ગણાતો નથી, પણ હાર્દિક ભાવ હતો.
તે દિવસોમાં પૂ. દીદીનો મારી સ્વાથ્ય-કુશળતાનો સાત્ત્વિક ભાવભર્યો પત્ર હતો. વળી તેમાં આત્મિક બળપ્રેરક બોધ હતો, અને સેવા કરનાર માટે એક સુવર્ણ જેવું વચન હતું કે :
“તમારી સેવા કરનારને સત્સંગનો લાભ છે.” આમ દક્ષા તથા અતુલ-રમોના સૌ એ જ ભાવે સેવા કરતા હતા. માની સેવા સાથે ભક્તિસત્સંગ એમ ત્રિવેણી સંગમનો એનો ભાવ મને પણ લાભદાયક હતો.
દક્ષાનો આ પ્રસંગ લખવાનો ઉદ્દેશ મને બોધદાયક જણાયો છે. સંસારમાં મહદ્અંશે જીવમાત્ર વધતા સુખને ઈચ્છે, મળેલા સુખને જાળવવા ઈચ્છે, અને તેમાં ભોગવવાનું સુખ માને આવું છતાં એ સુખ કેટલી શીઘ્રતાથી દુઃખમાં ફેરવાઈ જાય છે ! સવિશેષ એવી પરિસ્થિતિમાં ધર્મ જે આત્મશક્તિરૂપ અને શુદ્ધિરૂપ છે તે જ જીવને શાંતિ આપે છે. તે આ પ્રસંગમાં સમજવા જેવું લાગવાથી અત્રે પ્રસ્તુત કર્યું છે.
આપણે સાંભળીએ છીએ કે દેહ તો રોગનું નિવાસસ્થાન છે. વિનશ્વર છે પણ તેવો બોધ પરિણમવો તે સંત-સમાગમે જ સમજાય છે. અને તેવા યોગ જે જીવોને મળે છે તે જીવો એવા ભાવને ટકાવી રાખે છે. જેના કારણે જીવતા કે મરતા સમતા રહે છે. વિભાગ-૧૧
ર૯૬
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org