________________
સુખ દુઃખનું કંદ (સંસારમાં સુખ પુણ્યોદયથી મળે છે માટે પુણ્ય કરો તે હકીકત હોવા છતાં સાથે એ સમજવું જરૂરી છે કે એ સુખ ભોગવવા જેવું લાગે એ પાપોદય છે. ભલે તે પુણ્યોદયથી મળ્યું પરંતુ તે સુખ છે એમ માની ભોગવે તે મનુષ્યભવ હારી જાય છે, અને દુર્ગતિગામી થાય છે. કારણ તે તો પાપાનુબંધી પુણ્ય છે. પુણ્યના સમયમાં સગુણ સંપન્ન થવું પાપના ઉદયમાં દુ:ખનો સ્વીકાર કરી સમતા રાખવી.
જૈન શાસન-વીતરાગ માર્ગ ભૌતિક ઈચ્છાપૂર્તિ માટે નથી. પરંતુ ઈચ્છા દુ:ખનું મૂળ છે તેથી તેને નષ્ટ કરવાનો માર્ગ એ વીતરાગ માર્ગ છે.
અનુકૂળતાનો રાગ છોડો પ્રતિકૂળતાનો દ્વેષ છોડો આ તેમના બોધનો સાર છે. આ મંત્ર આત્મસાત કરવો.
- પૂ.આ.શ્રી નરવાહનસૂરિજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org