________________
કાકા પંડિત શ્રી ચીમનલાલ, જે દિગંબર શાસ્ત્રમાં પારંગત હતા તેઓને લઈ આવ્યા. તેમને આદરસહ યોગ્ય આસન આપી, અમે બન્ને સામે બેઠા. તેઓએ જૈન સૈદ્ધાંતિક પ્રવેશિકાથી અભ્યાસ શરૂ કરાવ્યો. જોકે તે પદ્ધતિનો અભ્યાસ કરેલો નહિ એટલે પ્રારંભમાં કઠણ લાગ્યું. તેઓ સાથે બેસતા સમજણ ન પડે પણ શ્રદ્ધા રાખતા.
પૂ. શ્રી કાનજીસ્વામીનો અલ્પકાલીન નિશ્રાનો યોગ :
શ્રી કાળીદાસભાઈ પાસેથી સાંભળેલું કે શ્રી કાનજીસ્વામી અધ્યાત્મક્ષેત્રે મહાન વિભૂતિ છે. તેઓએ કેવળ બાહ્યક્રિયામાં જ ધર્મ માનતા જીવોને જાગ્રત કર્યા છે. તેઓએ સ્થાનકવાસી સમાજમાં દીક્ષા લીધેલી. પરંતુ શ્રીમદ્ રાજચંદ્રની શ્રી આત્મસિદ્ધિ, અપૂર્વઅવસર જેવા ગૂઢાર્થવાળાં પદોથી ખૂબ પ્રભાવિત થયા. સ્વયં મેધાવી, સૂક્ષ્મદષ્ટિવાળા, તત્ત્વચિંતક તો હતા જ. તેમાં વળી દિગંબર આમ્નાયનો સમયસારજી ગ્રંથનો અભ્યાસ કરતાં તેમની આંતરિક અવસ્થા પલટાઈ ગઈ. તેઓ સંપ્રદાયના કોચલામાં રહી ન શક્યા. તેઓનો જગતમાં જીવો સાથે એક જ પડકાર હતો. “તારા ત્રિકાળી ધ્રુવ પરમશુદ્ધાત્માને જાણ, તેનો બોધ પામ, તે પ્રત્યે દૃષ્ટિ લઈ જા. આ સઘળી બહારની કડાકૂટ મૂકે. તું બહારમાં કંઈ કરી શક્તો નથી. પુણ્યપાપના ભાવ પણ તારા નથી. તું તો કેવળ શુદ્ધાત્મા જ છું. નિશ્ચયનયની દ્રવ્યદૃષ્ટિની મુખ્યતાથી તેઓ ઉપદેશ આપતા. સમ્યગ્દર્શન માટે તેઓ અત્યંત ભાર આપતા. તે સિવાય કરેલા બધા તપાદિ વ્યર્થ છે.”
જોકે મને આમાં કંઈ સમજાતું નહિ છતાં તેમની વાણીની મીઠાશ, વ્યાખ્યાનની તેજસ્વિતા, તેમની પવિત્રતા મને સ્પર્શી ગઈ. આથી એક વાર કાકા સાથે અમે સોનગઢ બેત્રણ દિવસ માટે ગયાં. અમને પૂ.શ્રીએ બે દિવસ થોડો સમય આપી સ્વભાવધર્મનો બોધ આપ્યો. મને ત્યારે ખૂબ જ ભાવના ઊઠી હતી કે પૂ.શ્રીનો બોધ સાચો છે. તેઓ ભદ્રિક હતા તેથી પ્રસન્ન થઈ ગયા પૂ.શ્રી કહે : “બાઈ કુશળ છે, એટલે માર્ગ પકડી લેશે. ભાઈ ભદ્રિક છે એટલે માર્ગ પકડી લેશે. બંને જીવો રૂડા છે.”
વળી કાકા સાથે વિચાર કરી અમે ત્યાં બે ઓરડા રખાવ્યા. જેથી થોડા દિવસે રહેવા આવી શકાય. મુંબઈ આવી પંડિતની પાસે અભ્યાસ ચાલુ કર્યો ત્યાર પછી સંયોગો બદલાઈ ગયા. વળી કાકા ભાગીદારીથી છૂટા થયા. તેઓનો સંપર્ક ઓછો થયો. એમ આ યોગ ત્યાં જ અટકી ગયો. યદ્યપિ મને પૂ.શ્રી પ્રત્યે આદરભાવ તો રહ્યો જ છે.
મારી મંગલયાત્રા
૯૫
For Private & Personal Use Only
Jain Education International
વિભાગ-૪
www.jainelibrary.org