________________
પૂ.શ્રીનો બોધ સાંભળ્યા પછી અમે મુંબઈ આવ્યાં. મારા મનમાં બોધનો રણકાર ગુંજતો હતો. મેં તેઓને કહ્યું કે તમને સહેલાઈથી ધનપ્રાપ્તિની વૃદ્ધિ થાય છે તેમ ભૌતિક સુખસામગ્રી વધે છે. અને પૂ.શ્રી તો કહેતા કે જ્યાં સુધી ભૌતિક સુખનો રાગ ન છૂટે ત્યાં સુધી સભ્યોધ ન થાય. માટે હવે કંઈ મર્યાદા કરવી જોઈએ.
વળી આ રીતે સહેલાઈથી મળતાં નાણાંથી આપણી ભૌતિકતા કેટલી વધી છે. જોકે કાકા પણ તેઓની સાથે ભાગીદારીમાં જ હતા. તેઓ આ વાત સાંભળીને વિચાર કરતા થયા હતા. ત્યાં તો આખી પરિસ્થિતિ જ બદલાઈ ગઈ.
હાલ તેમનું સાહિત્ય અને પ્રવચનો પણ વાંચું છું. તેમાં યથાશક્તિ ગ્રહણ કરું છું. પરંતુ કેવળ દ્રવ્યદૃષ્ટિની મુખ્યતા અને આચારની ગૌણતા એ મારા ભાવમાં બેસતું નથી તેથી વિશેષ પરિચય રાખ્યો નથી. વળી એ ક્ષેત્રે સાધુસંતોનો સમાગમ પણ ન મળે. આમ એ ક્ષેત્ર છૂટી ગયું. જોકે અભ્યાસ દ્વારા દ્રવ્યદૃષ્ટિની સમજ તો કેળવી છે. હાલ મને શ્રી ગોકુળભાઈનું માર્ગદર્શન મળી રહે છે. અને સમજાયું પણ છે કે તત્ત્વદૃષ્ટિ, દ્રવ્યદૃષ્ટિ, કે સ્વરૂપલક્ષ વગર સમ્વ સાધ્ય નથી તો મુક્તિ તો ક્યાંથી મળે ? આથી તેમના બોધથી મને સમ્યક્ પ્રાપ્તિની ઝંખના લાગી, તે પૂ.શ્રીનું ઋણ છે. નિશ્ચય રાખી લક્ષ્યમાં જે આદરે વ્યવહારો જી તે પુણ્યવંત પામશે, ભવથી પારો જી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી
હવે તો પૂ. ઉપાધ્યાયજીના જ્ઞાનસાર જેવા ગ્રંથો વાંચી, પૂ. સ્વામીજીની વાત અપેક્ષાએ સમજાઈ છે કે નિશ્ચયદૃષ્ટિ વગર વ્યવહારધર્મનું મૂલ્ય નથી. પરંતુ જે વ્યવહારમાં નિષ્ણાત થયો નથી અને નિશ્ચયને જાણવાને ઇચ્છે છે એટલે કે જેણે વ્યવહારનયથી બનાવેલી ક્રિયાઓ જીવનમાં આચરીને પચાવી નથી અને નિશ્ચયનય મુજબની આત્મામાં લીન બનવાની વાતને અપનાવે છે, તે તળાવમાં તરવાને અસમર્થ હોવા છતાં સાગરને તરવાની ઇચ્છા કરનાર જેવો મહામૂર્ખ છે. પહેલાં વ્યવહારનયને જીવનમાં પચાવો, તેનું પાચન એ જ નિશ્ચયનયમાં લીન બનવાની ભૂમિકા છે.
મહોપાધ્યાય પૂ. શ્રી યશોવિજયજી
વિભાગ-૪
Jain Education International
૯૬
For Private & Personal Use Only
મારી મંગલયાત્રા
www.jainelibrary.org