________________
અંકિત :
“આમ દૃશ્ય-અદશ્ય એવી ઘણી વ્યક્તિઓના અલ્પ અથવા મહાન ઉપકારોની અમીવર્ષા સતત થતી રહી છે તેથી આજે જે જોવા મળે છે, તે પિંડ આકાર અને સાર સહિતનો બંધાયો છે.”
તેઓશ્રીની સાથે કંઈ નિમિત્ત મળતાં વાત થતી ત્યારે મને જે જે સંત, મહાત્માઓ, સાધકો, સાધુઓ મળ્યા તેની વાત કહેતી. ત્યારે તેઓએ મને કહ્યું કે ““તમને ભારતના, ગુજરાતના ઉચ્ચ કોટિના વ્યક્તિવિશેષ વિભૂતિઓનો મેળાપ થયો છે તે સૌભાગ્ય છે. પણ તમે એ આદર્શ પકડી રાખ્યો કે વીતરાગ માર્ગને અનુરૂપ હોય ત્યાંથી લાભ મેળવવો, અગર તો ત્યાં કંઈ પણ દોષારોપણ કર્યા વગર ખસી જવું તે તમારા માટે લાભદાયક
બન્યું છે.”
અન્ય દર્શનમાં જે યોગીઓ થયા છે, તેમાં કોઈક જ સાચા નિસ્પૃહ, પવિત્રતા પામેલા હોય છે. તેમાં જૈનદર્શન જેવું વીતરાગત્વ, અકર્તુત્વ જેવું યોગબળ નથી કળાતું. જૈનદર્શનમાં એકાંતમાં આરાધના કરનારા યોગીજનોની પણ અતિ અલ્પતા છે. આપણે જ્યાં છીએ ત્યાં પરિણતિની શુદ્ધિ તરફ વિશેષ લક્ષ્ય રાખવું-વિગેરે વિનિમય કરતા. પૂ. આચાર્ય વિજય રત્નસુંદરસૂરિજીનો પરિચય શું આપીએ ? : (જૈનજૈનેતરના પ્રભાવક પ્રવક્તા)
વિજય રત્નસુંદરસૂરિજીનો પરિચય તેઓનાં ચાતુર્માસ અમદાવાદમાં ૧૯૯૯થી થયાં ત્યારે પ્રથમ તેમની તલસ્પર્શી વાણીથી થયો. હજારોની જનમેદનીને કલાકો સુધી શ્રવણમાં ગૂંથેલી રાખવી તે તેમની વચનલબ્ધિ છે. તેઓ ગર્ભશ્રીમંત કુટુંબના પનોતા પુત્ર, બાળબ્રહ્મચારી મુનિ, શાસ્ત્રાભ્યાસી, પ્રખર વક્તા, શીધ્ર લેખક-આ સાથે સર્વદા પ્રસન્નમુદ્રામાં રહેનારા, શિષ્યો પ્રત્યે વાત્સલ્ય વરસાવનારા અનેકવિધ પ્રતિભાસંપન્ન છે.
દક્ષા સંતસમાગમને શોધી લે, ખાસ વંદન કરવા જાય. પરિચય આપે : “હું સુનંદાબહેનની દીકરી.” તેની જિજ્ઞાસાવૃત્તિ પણ એવી કે સૌ સંતો તેને વાત્સલ્યભાવે સમયોચિત બોધ આપે. દક્ષા મને પણ લઈ જાય. તેઓ પૂરા વ્યાખ્યાનનો સાર દસેક મિનિટમાં સમજાવી દે.
તેમના વક્તવ્યમાં કોઈની ઉપેક્ષા કે ટીકા ન હોય. તેઓ હંમેશાં વિધેયાત્મક દૃષ્ટિ રાખે. તેમનો ઉપદેશ સવિશેષ એવો કે જીવનના રોજના સંઘર્ષોથી જીવો બચે, પ્રેમથી કૌટુમ્બિક જીવનમાં ધર્મનું આચરણ કરો. મારી મંગલયાત્રા
૨૮૧
વિભાગ-૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org