SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળ રૂઢિની પેટીમાં પૂરી દેતા નથી. પરંતુ પ્રાચીન અર્વાચીન ઐતિહાસિક પ્રસંગો અને પાત્રો દ્વારા તેના મૌલિક અને મૂળ રહસ્યને પ્રગટ કરી આપે છે. આપણી એ કથાઓ ચંદનબાળાનો પ્રસંગ કે ઋષભદેવનું વરસીતપનું પારણું હોય તેઓની કલમમાં તે રસપ્રદ અને રહસ્યમય બને છે. સવિશેષ તેઓશ્રી પ્રાચીન ગ્રંથોનું અધ્યયન કરી અગમનિગમનો બોધ પાઠશાળામાં રજૂ કરે છે. અને વ્યાખ્યાનમાં પણ તે ઝલક જોવા મળે છે. વળી તેઓ નવદીક્ષિત હતા ત્યારે ઘણા મહાત્માઓના પરિચયમાં રહેવાથી તેમનો આત્મવિકાસ ત્વરિત ઉત્થાન પામ્યો હતો તેમ તેમના પરિચયથી જણાય છે. હાલ એકાંત મૌન-યોગ સાધના કરનારા સાધુ છે ? એ મહાત્માઓ યોગીઓ કેવા હતા તે તેમની કલમ, હૃદયની શાહીથી જણાવે છે કે યોગી પુરુષના મનનો ઉપયોગ દેહ-ઈન્દ્રિય-મન તેને ઓળંગીને તેને પેલે પાર જે આતમરામ છે ત્યાં છે. તેઓ પોતાના ગણાતા દેહને પણ બીજાના દેહને જોતા હોય તેમ જુએ છે, એ દેહાત્મ વિવેક પુદ્ગલ ભાવોથી જુદો છે. હું જ્ઞાન માત્ર છું. આ યોગીઓનું હૃદય છે. હા, પણ હાલ તેવા યોગીઓનો મેળાપ થતો નથી. આત્મત્વની અનુપ્રેક્ષા દ્વારા જ આ દેહ-આત્માનું ભેદજ્ઞાન લાધ્યું હોવું જોઈએ. તેવા મહાત્માઓની છાયામાં રહેવા મળે તે સૌભાગ્ય ગણાય. શાસ્ત્રોક્ત કથન અન્વયે આપણે કહીએ છીએ કે આ પંચમકાળ છે. પરંતુ પૂ. આચાર્યશ્રીના પરિચયમાં આવીને જાણ્યું કે જેના પૂરા કુટુંબમાં સર્વવિરતિ પ્રત્યેનું પ્રમાણ હોય તેઓ માટે પંચમકાળ કેમ કહેવાય? હા, આપણા જેવા સંસારવાસીને માટે કહીએ તો ઠીક છે. શ્રી પ્રદ્યુમ્નસૂરિજીની દીક્ષા જાણે પૂર્વના આરાધનના બળે સહજ પણે હોય તેવું “પાઠશાળા'ના ગ્રંથમાં જોવા મળ્યું. વડીલો કહે : તારી દીક્ષા થવાની છે. ગુરુમહારાજ કહે : તારી દીક્ષા થવાની છે. પૂ. ગુરુણીબા મહારાજ એ સાંભળી હર્ષભેર આશીર્વચન મોકલે. આવો અવસર મળે કેવું મોટું સૌભાગ્ય? ત્યાં આપણી નબળાઈ શિર ઝુકાવ્યા વગર શું કરી શકે ? ગુરુમહારાજ પાસે કઠિન શાસ્ત્રોનો સઉલ્લાસ અભ્યાસ; વળી અન્ય આચાર્ય ભગવંતોનો સુયોગ, નવાદીક્ષિતનું ઘડતર ઝડપથી થતું હતું. કારણ કે સ્વયં તેઓ તેમાં તત્પર હતા. એક વિચાર તેમના શબ્દોમાં વિભાગ-૧૦ ૨૮૦ મારી મંગલયાત્રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001999
Book TitleMari Mangalyatra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2006
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy