________________
સ્નાન કરવાની ગરમ પાણીની સારી સગવડ હતી. ત્યાં સ્નાનની રોજે જરૂર ન હતી. પરંતુ આદત પ્રમાણે સ્નાન કરતાં. ૧૦ થી ૧૧ પૂ. દીદી બોધ આપતાં. પછી જમી પરવારી અંગત વાંચન કે ધ્યાન કરતાં. વળી ૩-૩૦ વાગે પૂ. દીદી સાથે બેસતાં. સાંજે થોડું ફરતાં. સવારે વહેલી તેમ સાંજ પણ વહેલી થતી. સાંજે પ્રભાબહેન, ભાઈ, ભાભી ખાસ વાતચીત માટે અન્યત્ર બેઠા હોય ત્યારે સાંજે મને એકલવાયું લાગતું.
છતાં પૂ. દીદીનો સહવાસ જ પ્રસન્નતાપૂર્ણ હતો. તે દિવસોમાં આરાધનાનું બળ વિકાસ પામ્યું. ઠંડક હોવા છતાં પ્રમાદ વગર દિનચર્યા ગોઠવાતી. તેમાં દીદીનો સત્સંગ વિશેષ આનંદ આપતો. આ સ્થાન સાંસારિક વિષયો સ્પર્યા વગરનું પવિત્ર હતું. એટલે એકાગ્રતા માટે બહુ પ્રયાસ કરવો પડ્યો ન હતો.
- નારાયણ આશ્રમમાં ત્યાંના બેચાર નિવાસી રહેતા હતા. ક્યારેક વાતચીત થાય ત્યારે તેમના જાણવામાં આવ્યું કે હું અમદાવાદ સમાજસેવા કરું છું. ત્યારે મને કહે કે તમે અહીં રહી જાવ. થોડે અંતરે અહીં વચમાં બેચાર ગામ છે ત્યાં અમને તમારી સેવાનો લાભ આપો.
મેં કહ્યું, “ઉનાળો છે છતાં હું તો સાંજ પડે ઠરી જાઉં છું. એટલે જો અહીં રહું તો શિયાળામાં તો તદ્દન જ ઠરી જાઉં. પછી કામ શું કરું? થોડા દિવસ સગવડભર્યું રહેવાનું, જ્ઞાન-ધ્યાન કરવાનું એટલે ભાઈ, અમને સારું લાગે. બાકી અમે તો સમતળ ભૂમિમાં રહેનારા જીવો. અહીં રળિયામણું છતાં અમને ડરામણું લાગે.” મારી તથા દક્ષાની આશ્રમથી વિદાય :
મારે અને દક્ષાને એકવીસ દિવસ પછી અમદાવાદ મોસાળાના પ્રસંગ માટે નીકળવાનું હતું. બીજા સૌ હજી પંદર દિવસ રહેવાનાં હતાં. અમે બંને ડોળીમાં વીસેક માણસ સાથે નીકળ્યાં. નીકળતાં અમારાં નયન સજળ હતાં. દક્ષા કહે : મને રહી જવા દો. પણ વળી કહે : ના, પણ તમે એકલા કેવી રીતે જાવ ? છેવટે અમે બંને નીકળ્યાં.
અગાઉ જણાવ્યું તે પ્રમાણે અમદાવાદ વહેલા આવવાનું પ્રયોજન મારે શારદાબહેનની દીકરીનાં લગ્નનું મોસાળું લઈ જવાનું હતું. આશ્રમની નીચે તવાગાઢ પહોંચ્યાં. ડોળીવાળા પણ પાછા જતા હતા. ત્યારે દક્ષા કહે : “મમ્મી” ચાલોને પાછા નારાયણ આશ્રમ જઈએ. અમદાવાદ ભાઈભાભી મોસાળું કરી આવશે. તેને સમજાવી તો પણ ડોળીવાળાને જતા મારી મંગલયાત્રા ૧૯૩
વિભાગ-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org