________________
અમારા દરેકના ત્રણ મુદ્દા અને થોડી રસોઈ, ખાખરા, નાસ્તાના સામાનના ત્રીસ જેવા મુદ્દા, તે ઊંચકવા માટે ૧૫ જેવા માણસો - આમ લગભગ અમારો ૫૦ જેવા માણસનો કાફલો પહાડ પર ઊપડ્યો.
વહેલી સવારે નીકળ્યાં. વચમાં થોડું રોકાતાં, અમે સાંજે ચાર વાગે નારાયણ આશ્રમ પહોંચ્યાં. સ્થળ સાવ અજાણ્યું પણ અત્યંત રળિયામણું, ગમે તેવું હતું. જ્યાં જુઓ ત્યાં ચાંદીની જેમ ચમકતી હિમગિરિની હારમાળા. વાતાવરણ એવું શાંત કે સોય પડે તો પણ સંભળાય. રાત્રે આપણા હૃદયના ધબકારા મોટા અવાજ જેવા લાગે. એક-બે કલાકમાં અમે ગોઠવાઈ ગયાં. લગભગ મેની આખરનો સમય હતો. સાંજ પડી. થોડો વરસાદ અને કરા પડ્યા, અને અમે તો ઠરી ગયાં. ખીચડી જેવું કરીને જમ્યાં. થોડી વાર તાપણાં પાસે બેઠાં પછી સૂવાની તૈયારી કરી.
તાપણા પાસેથી ઊઠ્યા અન્ય ઓરડામાં તાપણાં ન હતાં. જાડા બે ઓઢવાના અને જે કાંઈ પહેર્યું હોય તે. મને કંઈ આવી ઠંડીનો ખ્યાલ નહિ. મારી પાસે પહેરવાનું ઓછું હતું. મારી ઊંઘ ઓછી, રાત્રે બહાર જવું પડે, ઠંડીને કારણે લગભગ રાત્રિ જાગતા કાઢવી પડી. દિવસે પણ ફક્ત નાક-આંખ ખુલ્લાં રખાય તેવી ઠંડી ખરી. છતાં આરાધનાનો આનંદ હતો.
પૂ. દીદી સાથે દિવસે ધ્યાન-વાચનમાં એકાંત નિરવ શાંતિમાં આનંદ આવતો. જુદી જ દુનિયા લાગતી. બપોરે તડકો થાય ત્યારે સારું લાગે પણ સાંજ પડે ઠંડી વધે અને વરસાદ પડે. રાત પડે નિદ્રાદેવી રિસાય ત્યારે કાગને ડોળે હું સવારની રાહ જોઉં. અન્ય સૌ ઠંડીમાં ગોદડામાં ઊંઘી જતાં. તે સૌને મીઠી ઈર્ષાથી જોતી, ભલે તે સૌ સુખે નિદ્રા લે.
- સવારના ત્યાં ડબ્બાના દૂધની ચા બનતી. હું સૂંઠની ગોળી લઈ જતી, તે ઊકળતા પાણીમાં નાખીને પી લેતી. (રાબ) નાસ્તો લઈ ગયા હતાં તે કરતાં. રસોઈમાં મસૂરની દાળ, ક્યારેક ભાત, રોટલી તૈયાર લોટની, ક્યારેક વટાણા મળતા. કોઈ ભાજી મળતી, અમે હાથે જ રસોઈ બનાવતા. તે રસોઈ તે પ્રદેશમાં મીઠી લાગતી.
હિમાલયના પ્રદેશમાં સવારે વહેલી થતી. ૪-૩૦ થી પ-૦૦ વાગે જો આકાશ ચોખ્યું હોય તો સૂર્યદેવ પ્રગટ થતા. હિમમાળા પણ ચાંદીની જેમ ચમકતી. તે જોવાનો પણ આનંદ હતો. અમે વહેલાં ઊઠી જતાં. સવારે પ-૩૦ થી ૬-૩૦ ધ્યાનમાં બેસતાં. પછી દૂધ-પાણી વિગેરે પતાવી, વિભાગ-૮
મારી મંગલયાત્રા
www.jainelibrary.org
૧૨
Jain Education International
For Private & Personal Use Only