________________
“મારી શુભેચ્છા.” ““જે સંસ્થામાં માનવતાભર્યા કાર્યો ન હોય અને કેવળ શ્રીમંત છો, માટે સંસ્થામાં રહેતા હોય તો તેમાંથી મુક્ત થશો તો પણ સમય મળશે.
ત્યારપછી છેલ્લે ૧૯૯૫ની સાલમાં પુનઃ નાઈરોબી જવાનું થયું પણ આ વખતે શ્રીમદ્જીના ચાહકોએ કાર્યક્રમ ગોઠવ્યો હતો એટલે ખાસ એકાદ કાર્યક્રમ સિવાય જાહેર કાર્યક્રમ થયા ન હતા. શ્રી વચનામૃતનું વાંચન થતું હતું. જોકે શ્રોતાઓમાં જિજ્ઞાસુવૃત્તિ સારી હતી. વળી મોમ્બાસામાં સ્વાધ્યાય રાખ્યો હતો.
સ્વાધ્યાયની સભાઓના નિમિત્તે જેના જેના વ્યક્તિગત પરિચય થયા, તેઓને જીવનદષ્ટિના વિકાસનો ઘણો લાભ થતો. તેમાં કેટલાક જિજ્ઞાસુઓ રોજને માટે, જીવનની પવિત્રતા કેળવવા કેટલાક નિયમો લેતા, વ્યસનથી મુક્ત થવાની પ્રતિજ્ઞા લેતા વિગેરે.
એક ફેક્ટરીના માલિક તેમની ફેક્ટરીમાં (પગલાં) લઈ ગયા. આમ તો અમે એવા સ્થાનોમાં જતાં નથી. પણ કોઈ વાર લાભનું કારણ થઈ જતું એટલે જવાનું બનતું. ફેક્ટરીમાં કંઈ જોવા જેવું તો હતું નહિ. આપણે વળી જિનબિંબ સિવાય જોવાનું શું હોય ? નવકાર ગણતાં થોડું ફર્યા. નીકળતી વખતે તેમણે ફેક્ટરીમાં બનતી શાલ આપી.
મેં કહ્યું : મને આવી જરૂર નથી હોતી. તેમણે ખૂબ આગ્રહ કર્યો. મેં કહ્યું તમે મારી પાસેથી કંઈ લો તો કદાચ વિચાર કરું. તેમણે જવાબ ન આપ્યો. મેં કહ્યું, ““રોજ એક નવકારવાળી ગણવાના ભાવ કરો, અને પ્રતિજ્ઞાબદ્ધ થઈ ગણવાનો નિયમ કરો તો જરૂર થશે.”
એક મિનિટ વિચારમાં પડ્યા. અમે સૌ ઊભાં હતાં. વળી બોલ્યા, “આમ તો મારા લાભમાં છે. પણ વિશ્વાસ આવતો નથી.”
મેં કહ્યું, “તેમાં વિશ્વાસ પ્રભુનો રાખવાનો છે. તમે ભાવ કરો એટલે થાય. આટલો સંસાર ઊભો થયો. ફેક્ટરી ઊભી થઈ, કોના વિશ્વાસથી? તમારા આત્માના વિશ્વાસથી ને ?”
“હા.” “બસ, તો હવે તમને ત્રિવેણીનું બળ મળશે. તમારા આત્માનું, પ્રભુનું અને અમારું. પછી એક નહિ, ઘણી માળા ગણશો.” તરત જ તેમણે આનંદથી તે પ્રતિજ્ઞા લીધી.
એ શાલ હજી મારી પાસે છે એટલે મને વિશ્વાસ છે કે તેઓ નવકારવાળી ગણતા હશે. નહિ તો એ શાલ મારી પાસે ટકે નહિ, તે અન્યત્ર જતી જ રહે તેવું લાગે છે. મારી મંગલયાત્રા
વિભાગ-૯
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org