________________
લગ્નજીવન હતું નહિ. તેમાં વળી સાધ્વીજનોના સમાગમથી તેમની વૈયાવચ્ચનું કામ કરતી અને સંતોષ માનતી.
પરંતુ જયારે વ્હન પાસે આવી તેમની જ્ઞાન અને અનુભવ સભર વાણી સાંભળી ત્યારે સમજાયું કે મારી પાસે સુવાસ વગરનું કુસુમ હતું. સાધુજનો પાસે આમથી તેમ ફરતી. જો કે તેઓ તો પ્રશંસા કરતા. ત્યારે સંતોષ માનતી કે હું ધર્મ કરી રહી છું. વાત્સવમાં તે કુળ પરંપરાના સંસ્કાર હતા. એથી હું માનતી મારી પાસે જ્ઞાન અને આચરણ બને છે. એટલે પ્રથમ તો બહેનના વિષે સાંભળતી પણ તેમના સ્વાધ્યાયમાં જતી નહિ.
કોઈ અકળ રહસ્યનો ઘટસ્ફોટ થવાનો હશે ! એક દિવસ તેમના સ્વાધ્યાયમાં ગઈ. તેમણે કહ્યું પ્રભુએ, ગુરૂજનોએ આપેલા અનુષ્ઠાન ક્રિયાઓ કલ્યાણ માટે છે. આપણે કેટલા દસકા પૂરા કર્યા? કલ્યાણનો અનુભવ થયો ? પ્રભુ-દર્શન કર્યા, વૈરાગ્યનોસમતાનો અનુભવ થયો? સામાયિક કર્યા, સમભાવનો અનુભવ થયો ? તપ કર્યા તૃપ્તિનો અનુભવ થયો ? આપણી દષ્ટિ અંતર તરફ વળી કે હજી બહાર છીએ ! તત્ત્વના અભ્યાસ વગર તત્ત્વદૃષ્ટિ વગર આત્માને કયા સાધનથી ઓળખશો? આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે નીકળ્યા છો કે માથે કર્મભાવના પોટલા લઈને ફરો છો ? પુણ્યયોગને ધર્મ માનીએ તો તે ભ્રમ છે. એ સાધના માટે બાધક
છે.
આ સાંભળ્યું અને મેં મારા કાર્યો જેને જ્ઞાન અને આચરણ માનતી હતી તેના પર x ચોકડી મૂકી દીધી. મારા નયનો સજળ બન્યા. મારું હૃદય ભિજાણું, વાસ્તવમાં મારે ખોટું ભરેલું ખાલી કરવાનું હતું. હજી મારી એવી તાકાત કેળવાઈ નથી પરંતુ બે વર્ષે મને અને સૌને લાગ્યું કે હું બદલાઈ ગઈ છું. મારા જીવનનું ખરું ઘડતર શરૂ થયું, તેમ માનું છું., લો મારે લખવાનું હતું બહેનશ્રીનું અને મેં ચિત્રામણ મારું કર્યું.
બહેનશ્રીના પરિચયમાં આવી જે અનુભવ્યું તે લખું છું. તેમનામાં જ્ઞાન અને આચરણનો ઘણો સમન્વય છે. કેવળ પ્રવચન જ નથી હોતું પણ અંતરનો નિઃસ્પૃહ સ્ત્રોત હોય છે. બાળક, યુવાન ન
O
મારી મંગલયાત્રા Jain Education International
૩૬૭ For Private & Personal Use Only
વિભાગ-૧૪
www.jainelibrary.org