________________
( કે વૃદ્ધ સૌને સમાધાન થાય તેવી તેમની વાણીમાં વિશેષતા છે. આ
સંસારની સમસ્યાની આગ લઈને ગયેલી વ્યક્તિ બાગની બેઠકનો અનુભવ કરે તેવું તેમનું વ્યક્તિત્વ છે.
સુખી ઘરના રૂડા જીવો તેમની પાસે આવતા હજારોની રકમ મૂકીને કહેતા આનો સદ્ઉપયોગ કરવો છે. બહેનશ્રી તરત જ તેમની ઈચ્છા મુજબ સંસ્થાઓમાં રકમ પહોંચાડી દેતા. ઘણીવાર તો લાખોની રકમ હોય પરંતુ બીજા દિવસે જૂઓ તો એની પાછળ કોઈ રેખા નહિ. સંતોષજનક વ્યવસ્થા થઈ જાય.
એમનું વ્યક્તિત્વ જ સૌને સમાધાનકારી છે. કૌટુમ્બિક કારણ હોય, ધાર્મિક સાધના હોય, પરમાર્થ માર્ગ હોય દરેક ક્ષેત્રે તેમની પ્રતિભા પ્રગટ થાય છે. તેને શું ઉપમા આપું ? જાણે સુલસા શ્રાવિકા જેવી સમ્યમ્ દષ્ટિ ! મદનરેખા જેવું સાહસ ? દર્શન થાય. કેટલાક અનુભવો તો એવા થતા કે જો જીવોને ચમત્કારમાં રસ હોય તો તે ચમત્કાર તરીકે પ્રગટ કરી દે. બહેનશ્રી તે વાતોને ગૌણ કરી દેતા.
કોઈ વાર તીર્થના એકાંતમાં તેમની સાથે ધ્યાનમાં બેસતા ત્યારે અપૂર્વ શાંતિનું વેદન અનુભવાતું.
ટૂંકમાં મારી વાત કહું તો મારા જીવન ઘડતરમાં તેમણે જે આપ્યું છે તેનું વર્ણન શું કહું ? અને બદલો શું વાળું ? મારી કેટલાય વર્ષોની સાધનામાં મને કંઈ મળ્યું નથી તેટલું ટૂંક સમયમાં તેમની પાસેથી મળ્યું. તેમણે વધુ લખવાની ના પાડી છે એટલે અટકું છું. પ્રભુ પાસે એટલું માગ્યું કે બહેનશ્રીને પ્રભુ કૃપાએ મુક્તિ મળો, અમને તેમની સાથે રાખો. તેમાં પણ છેલ્લી બિમારીમાં બહેનની આંતરિક શક્તિના જે દર્શન થયા તે તો અદ્દભૂત ઘટના હતી. મારે માટે એ “ગુરુમાં છે, તેમને ચરણે શીશ નમાવી વિરમું છું.
- ચરણરજ કલ્પના દોશી.
(અમદાવાદ)
•=
વિભાગ-૧૪. Jain Education International
૩૬૮ For Private & Personal Use Only
મારી મંગલયાત્રા
www.jainelibrary.org