________________
વળી ભાગવત કથાકાર શ્રી ડોંગરેજીનાં ધર્મપત્ની શાલિનીબાઈ જેમનું નામકરણ પૂ. દીદીએ કૃષ્ણામાઈ કર્યું હતું. અમે સૌ કૃષ્ણામાઈ કહેતાં. તેઓ ડોંગરેજીનો સંબંધ ત્યજી પૂ. દીદીને સમર્પણ થયાં હતાં. પાંચ-સાત વર્ષ સાથે રહ્યા પછી કેન્સરના દર્દમાં તેઓ દીદીની નિશ્રામાંથી ચિરવિદાય થયાં. પૂ. દીદી સાથે શ્રીલંકાની ચિરસ્મરણીય યાત્રા-વિષાદ મુક્તિ :
લગભગ ૧૯૬૭માં હું પૂ. દીદી સાથે શ્રીલંકા ગઈ હતી. તેમનાં પ્રવચનોનો કાર્યક્રમ હતો. તેમની નિશ્રા અને સેવા સિવાય ફરવા કે જોવાનું કંઈ બીજું પ્રયોજન ન હતું. એક વાર સાંજે અમે નિરાંતે બેઠાં હતાં.
મેં પૂછ્યું : ““દીદી” આપ મારા જીવનથી કંઈક પરિચિત છો. પતિના અવસાન પછી પ્રારંભમાં જીવન પ્રત્યે દુઃખગર્ભિત વૈરાગ્યથી કઠોરતા આવી તેમાંથી શુષ્કતા આવી, ત્યાર પછી હવે અંતરમાં શાંતિની, આનંદની ચાહના ઊઠે છે. પણ પેલા શુષ્કતાના સંસ્કારથી એક પ્રકારના ઉદ્વેગનો, વિષાદનો સંસ્કાર થઈ ગયો છે. બહારમાં પ્રસન્ન છું. મને દુઃખ છે તે ભાવ પાંખો પડ્યો છે. વિષમ પ્રસંગે દુઃખ લાગે છે, તે તો સંસારના ક્રમને સમતાથી નિભાવી લેવાય છે. મહાભારતમાં છે કે અર્જુનનો વિષાદ ૧૭મા અધ્યાયે દૂર થયો. મારા આ વિષાદને સત્તર વરસ પૂરાં થયાં છે. તેને માટે અધ્યાત્મની કોઈ ચાવી બતાવો.”
સામાજિક સેવા કરી દુઃખી બહેનોની ઘણી દુવા મળી. અપંગ બાળકો પણ ઘણો સદ્દભાવ રાખે છે. સત્સંગી મિત્રોનો પ્રેમ મળ્યો છે, તમારું સાન્નિધ્ય મળ્યું છે. પણ મારા અંતરનો ખાલીપો રૂઝાતો નથી. સમય સારી રીતે સત્કાર્યમાં પસાર થાય છે. પણ તેમાંથી આંતરિક આનંદનું વહેણ મળતું નથી. કેવળ સત્કાર્ય કર્યાનો સંતોષ છે. હવે કંઈ પરિણીત જીવનની ઝંખના જેવા સાંસારિક વિચારો સતાવતા નથી.
આથી અધ્યાત્મની વ્યાખ્યા સાંભળું છું પણ આત્માની સમીપ જવાતું નથી. વચમાં આ વિષાદનો સૂક્ષ્મ સંસ્કાર નડે છે? વર્તમાનમાં જીવવાનું એટલે “જાણો, પણ ગૂંચાઈ ન જાવ', તે સાંભળું છું પણ જાણવાને બદલે જીવ પરભાવમાં મૂંઝાઈ જાય છે. મનમાં કોઈ ખૂણે શારીરિક વાસનાઓ પડી છે તેનો સંસ્કાર જાગે છે પણ સંતકૃપાએ શમી જાય છે.
જગતના અન્ય સુખભોગના કોઈ વિકલ્પો ખાસ મૂંઝવતા નથી. એ વિભાગ-૮
મારી મંગલયાત્રા
૧૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org