________________
છું. તેમાં કંઈ ક્ષતિ હોય તો તે માટે ક્ષમાયાચના.
પૂ. વિમલાતાઈને અમે તાઈ કે દીદી કહેતાં. તેઓ જન્મે મહારાષ્ટ્રી બ્રિાહ્મણ હતાં. દર્શનશાસ્ત્ર સાથે તેઓ એમ.એ. નું વ્યવહારિક શિક્ષણ ધરાવતાં હતાં, તે વિગતો જોકે તેમના વિશાળ અને આધ્યાત્મિક જીવન આગળ ગૌણ છે. તેમની દષ્ટિ અને સૃષ્ટિનું ફલક સમગ્રતા છે.
તેઓએ પૂ. વિનોબાજી સાથે પૂરા ભારતની ભૂદાનયાત્રા કરી હતી. તેમના અનુભવોનું ક્ષેત્ર વિશાળ હતું. તેમ છતાં તેમનો સ્વયં અભિગમ વિશેષ કરીને અધ્યાત્મક્ષેત્રનો, આંતરિક સંશોધનનો અને જીવનની સમગ્રતા પ્રત્યેનો હતો. તેમના સાન્નિધ્યમાં તેમની વિચારધારાનાં દર્શન થતાં, વળી તેમાં એક પ્રકારનું માધુર્ય હતું. જેથી તેમની સમીપતાનું આકર્ષણ
રહેલું.
ભૂદાનયાત્રાથી મુક્ત થઈ તેઓએ અંતરની અદમ્ય પ્રેરણાથી લગભગ ૧૯૬૪/૬પ આબુમાં સ્થિર નિવાસ કર્યો. યદ્યપિ ત્યાર પછી પોતાને પ્રાપ્ત અધ્યાત્મનું રહસ્ય જનસમૂહ સુધી પહોંચાડવા દેશવિદેશમાં તેઓએ ઘણી પ્રવાસયાત્રા કરી, સાથે ધ્યાન શિબિરોનું આયોજન કરતાં.
તેમની પ્રવચન પદ્ધતિનું ફલક કોઈ પણ મત પંથથી મુક્ત હતું. વાણીમાં પ્રખરતા છતાં મધુરતાનો સ્વાદ મળતો. તેમના નિકટના પરિચયથી સાધકોને યોગ્ય માર્ગદર્શન મળતું. તેમના ચાહકોની સંખ્યા વિશાળ હતી.
આખરે તેમણે આ સઘળી પ્રવૃત્તિઓ સંકેલીને આબુમાં સ્થિરવાસ સ્વીકાર્યો છે. ક્યારેક કોઈ સાધકને મળવાનો અવકાશ રાખે છે. તે સિવાય સ્વયં અંતર્મુખ થઈને રહ્યા છે. વિશેષ તો તેમની સાથેના યાત્રા પ્રવાસમાં મેં ઘણું જણાવ્યું છે. આજે પણ મારા જીવનમાં તેમના ઋણ માટે આદરભાવ છે. મારો-તેમનો સમાગમ લગભગ તેર વર્ષ જેવો રહ્યો. તેમાં ઘણો બોધ પ્રાપ્ત થયો. તેમના સાહિત્યથી તે પ્રસિદ્ધ થયેલા છે એટલે વિશેષ વિસ્તાર કરતી નથી. ક્યારેક દર્શનનો લાભ મળે છે. પૂ. દીદીની નિશ્રામાં અન્ય સત્સંગીઓનું મિલન :
વળી હિમાલયમાં મરતોલા આશ્રમમાં દીક્ષિત થયેલા ગુજરાતના સાક્ષર શ્રી કિશનસિંહ ચાવડા ત્યાં એકાંત સાધના કરતા હતા. તે દીદીના પરિચયમાં આવ્યા. અને મીરતોલા છોડી ઘણો સમય દીદી સાથે રહેવા લાગ્યા. કોઈ વાર પૂ. દાદા ધર્માધિકારીનો સંપર્ક થયો હતો, એ રીતે અન્ય વિશિષ્ટ વ્યક્તિઓનો સંપર્ક થતો હતો. મારી મંગલયાત્રા ૧૮૭
વિભાગ-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org