________________
મહાવરો, મુખ્યત્વે તો દેવગુરુકૃપાંજનને કારણે ઈડરમાં સ્વાધ્યાય-સત્સંગ કરવા-કરાવવામાં નિર્દોષ આનંદનો અનુભવ થતો. તેમાં સહજ ક્ષયોપશમ વૃદ્ધિ પામ્યો
આબુમાં કોઈ વાર ઈંદિરાબહેન સાથે રહેતી, તેઓ પૂ. દીદી પાસે આવતાં. તેઓ શ્રીમદ્ રાજચંદ્રજીના ભક્ત હતા. તેઓ એક વાર મને વડવા લઈ ગયાં. દરવાજામાં પગ મૂકતાં જ કંઈક પરિચિત હોય તેવો આભાસ થયો. અમે કેવળ દર્શનાર્થે ગયાં હતાં પરંતુ ત્રણ દિવસ રહ્યાં. ત્યાં બોલતી ભીંતો (વચનામૃતનાં લખાણ) જોઈને ભાવના રસાતી. આથી થોડા દિવસ પછી દિવાળીમાં મૌન રાખીને ત્યાં રહી.
સામાયિકમાં બેસું ને કોઈ ને કોઈ વચનામૃત ચિંતનમાં સહજ આવે. જયારે વચનામૃત વાંચું ત્યારે તેને મળતાં વચનો તેમાંથી મળે. આથી તે ગ્રંથ પ્રત્યે અને શ્રીમદ્જી પ્રત્યે મારો સદ્ભાવ વૃદ્ધિ પામ્યો. તે સમયે જે ભાવ થયા તે આજે લેખન કરતાં છુપાવવા શા માટે !
વળી ગાંધીજીના આદર્શને માન્ય કરેલો, પૂ. પંડિતજીનો અહમ્ મુક્ત બોધ, પૂ. દીદીની શિસ્તબદ્ધતા, સામાજિક ક્ષેત્રે મળેલી કુશળતા, આ સર્વ જીવને સહાયકર્તા નીવડ્યું. સવિશેષ તો વીતરાગમાર્ગની ઝંખના સમ્યકત્વની જિજ્ઞાસા સત્પંથે દોરતી હતી તેવું જણાતું. એ મારી મંગલયાત્રાને સહાયક હતું.
શ્રીમદ્જીના વચનામૃત રસાળ અને મર્મસ્પર્શી હતાં, તે તો આજે પણ જણાય છે. આજે પણ કંઠમાં ક્યારેક ગુંજે છે. સ્મૃતિમાં અંકાઈ ગયા છે. અહીં તેની પ્રસાદીરૂપે આ લખું છે. તે કેવળ ઉતારો નથી. મારા હૃદયના ભાવનો નિર્દેશ છે.
ગમે તે પ્રકારે રાગદ્વેષથી મુક્ત થવું અને સ્વભાવમાં રહેવું તે ધર્મ છે. (મહાવીરનો બોધ છે.)
આત્માનું સુખ આત્માની સમશ્રેણીમાં છે, અંતર સંશોધનથી તે પ્રાપ્ત થશે, બહાર શોધવાથી નહિ મળે.
તારા દોષે તને દુઃખ છે અન્યને દોષ ન દેવો. જગતને આત્મવત્ માનવામાં આવે, અન્યના દોષ ન જોવા. પોતાના ગુણને સહન કરવા.
કુટુંબરૂપી કાજળની કોટડીમાં રહેવાથી મોક્ષ નથી. શ્રદ્ધોત્પત્તિ કરવી તે માટે અલ્પભાષી, અલ્પપરિચયી, અલ્પઆરંભી થવું.
આર્તધ્યાન કરવાને બદલે ધર્મધ્યાન કરવું.
અનંતકાળ દેહને અર્થે ગાળ્યો છે. એક દેહ આત્માને અર્થે ગળાશે મારી મંગલયાત્રા
૨૧૭
વિભાગ-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org