________________
ત્યારે ખુલ્લી જગામાં રાત્રે મોડા ધ્યાનમાં બેસતી. ત્યારે શરીર-સંપન્નતાને કારણે બે કલાક કે વધુ શારીરિક સ્થિરતા પણ રહેતી. શરીરની સ્થિરતા અને શાતા, બહારમાં શાંત પવિત્ર વાતાવરણ, આથી ચિંતન કરતા કરતા એવી શાંતિ અનુભવાતી કે ચિત્ત પ્રસન્ન થઈ જતું. ત્યારે હું તેને આંશિક આત્માનુભૂતિ માનતી.
વળી શાસ્ત્રબોધ મળેલો તેમાં શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા જેવાં લક્ષણો જાણવામાં આવ્યાં હતાં. ચિંતનમાં તેને જીવન સાથે મૂલવતાં શ્રદ્ધા થતી કે આ લક્ષણો કેટલેક અંશે ધારણ થયાં છે, તેમાં પેલી શાંતિ અને પ્રસન્નતાથી એવો ભાસ થતો કે આ આત્માનુભૂતિ છે, એટલે આ સમ્યગ્દર્શન છે. જોકે આ વાત પ્રગટ કરતી નહિ (તે સમય માટે તે બરાબર થયું.) પરંતુ કેટલાક મિત્રોને જ્ઞાનનો ક્ષયોપશમ, વક્તત્વ, સામાન્ય રીતે સ્વસ્થ, સરળ અને સમતાયુક્ત જીવન, સંસાર પ્રત્યેની અનાસક્તિ (જેનું) વિગેરે કારણોથી ખૂબ આદર થતો, આ કારણો તેમને માટે જ્ઞાની માનવી જેવાં હતાં, આથી તેઓ પ્રણામ કરવા જેવો ભાવ વ્યક્ત કરતા. મને તેમાં સૌનો પ્રેમભાવ જણાતો.
પૂ. પંડિતજીની શીખ કે કોઈ માન-હોદ્દો ન લેવાં. આથી આ ક્ષેત્રે સૌની ચાહના છતાં ગુરુપદનો આજ સુધી લેશ પણ ભાવ ઊઠ્યો નથી. પૂ. દીદીની કડક સૂચના કે પૂર્ણતા પામો નહિ ત્યાં સુધી કોઈ અંતરબાહ્ય ચેષ્ટા વ્યક્ત કરવી નહિ. પૂ. આચાર્ય ભગવંતોની પ્રણાલી કે ગૃહસ્થ જ્ઞાન જેવી બાબતમાં ગુણસ્થાનકની મર્યાદામાં રહેવું. ગુરુપદ જેવી ખોટી કલ્પના કરીને સમ્યક્ત સન્મુખ થવાને બદલે મિથ્યાત્વનું પોષણ ન કરવું.
યદ્યપિ મિથ્યાત્વયુક્ત સાધુ કરતા. જ્ઞાની સમકિતી શ્રાવક આદરણીય છે તેમ શાસ્ત્રકથન છે. પરંતુ એ સિક્કો પોતાની મેળે લગાવી ન દેવો. શાસ્ત્રના અનુમાનથી લોકોમાં પ્રસિદ્ધિ મેળવી, માનનો ભાવ પોષી મોક્ષથી દૂર નીકળી જવાનું થશે. આવા મળેલા ઘણા બોધને કારણે લાભ થયો. પછી જેમ જેમ જિનાજ્ઞાયુક્ત અવતરણોનો અભ્યાસ કર્યો, કોઈ અનુભવીના પ્રસંગમાં આવી ત્યારે સમજાયું કે તે તે દશાઓ સપાટી પરની હતી. તેમાં ઉત્તમ શુભભાવોમાં શાંતિનું વદન થતું તે સત્ય હોવા છતાં તેને આત્માનુભૂતિ માની ન લેવી. હા પણ તે પ્રયોગનો વારંવાર અભ્યાસ કરવો, કાળલબ્ધિ પરિપક્વ થતાં કાર્ય સાર્થક થશે. શુદ્ધના પક્ષનો શુભભાવ તે ભૂમિકાને યોગ્ય છે. આ અનુભવમાં કોઈ કલ્પના ન હતી.
ત્યાર પછી આ અભ્યાસ ચાલુ છે. મનમાં તે શું છે તેનો વિકલ્પ મારી મંગલયાત્રા
વિભાગ-૯
૨૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org