________________
ઊઠતો નથી. વીતરાગ સર્વજ્ઞ કથિત તત્ત્વોની પ્રણાલીનો સંસ્કાર શ્રદ્ધાને ટકાવી રાખતો, પુનઃ પુનઃ એ શાંતિ-પ્રસન્નતાનો અનુભવ થતો રહેતો.
પૂ. આચાર્ય ભગવંતો પાસે, યોગેશભાઈ જેવા સાધક પાસે, શ્રી ગોકુળભાઈ જેવા શાસ્ત્રના મર્મી અને ઉપાસક પાસે, આ બાબતમાં ગહન ચર્ચાવિચારણા થતી, તેમ તેમ સન્માર્ગની શ્રદ્ધા પરિપક્વ થતી. આગળનોવિકાસ સમજણમાં આવતો. ક્યારેક ભાવ ઊઠતા કે પૂ. આચાર્ય ભગવંતોએ હાથ પકડ્યો છે તેમ પરમાત્માએ પણ હાથ પકડ્યો છે. વ્યવહાર સમ્યક્ત્વથી આગળ વધી નિશ્ચય સમ્યક્ત્વ આ જન્મમાં જ પ્રાપ્ત કરવાનું છે, તે થશે.
પૂ. આ. કલાપૂર્ણભગવંત કહેતા : ““જેનું શરણ તમને અહીં સુધી લાવ્યું છે તે જ તમને પૂર્ણ સુધી લઈ જશે.”
શ્રીમદ્ રાજચંદ્ર સ્વયં નિગ્રંથ માર્ગની શ્રદ્ધામાં હતા. તેમના પત્રો તેની સાક્ષી પૂરે છે. પરંતુ પાછળથી કથંચિત તેમના પ્રત્યેના અહોભાવથી આ સ્થાનોમાં દેવગુરુનું સ્થાન ગૌણ થતું હોય તેવું જણાતું. આ મારી માન્યતા છે તે કોઈ રૂઢિને કારણે નથી પણ નિગ્રંથ માર્ગની પરિપાટી અનુસાર છે તેમ સમજું છું. છતાં શ્રીમદ્જી માટે તેમના વૈરાગ્યની દશા પ્રત્યે મને આજે પણ અહોભાવ છે. નિવાસે સમૂહમાં સવારે વચનામૃતનો સ્વાધ્યાય સદ્દભાવથી થાય છે. પૂ. દાદા સુજાનમલ જૈનનો સમાગમ :
લગભગ ૧૯૮૩/૮૪માં મને પૂ. દાદાનો સમાગમ મળ્યો. અગાઉ જણાવ્યું તેમ કૌટુમ્બિક રીતે સંબંધી શ્રી રમણભાઈ, વસુબહેન હવે સત્સંગી મિત્રો હતાં. વસુબહેનનો સંસ્કાર દિગંબર આમ્નાયનો વિશેષ હતો. શ્રીમદ્ રાજચંદ્રના ભક્તો તો ખરા જ. વસુબહેન સોનગઢ જતા. ત્યાં તેમને શ્રી સુજાનમલ જૈન (દાદાનો) પરિચય થયો હતો.
પૂ. દાદાનું મૂળ વતન ફલોદી, તેઓ પૂ. કાનજીસ્વામીના પરિચયમાં આવ્યા અને સાઈઠ વર્ષની વયે ગૃહ-વ્યાપાર ત્યજી સોનગઢ સ્થાયી થયા. ગૃહસ્થપણામાં પણ પ્રખર વ્યક્તિત્વ હતું. વળી વીસેક વર્ષ પૂ. કાનજીસ્વામીના પરિચયમાં રહ્યા. આત્માના સ્વાતંત્ર્યની, આત્મા શુદ્ધ પરમપરિણામિક ભાવે યુક્ત છે. નિશ્ચયથી આત્મા જ પરમાત્મા છે, આ જ સમયે તે પૂર્ણ છો, એવી સ્વભાવ-આશ્રયી શ્રદ્ધા વગર સમ્યગ્દર્શન થાય નહિ વિગેરે બોધ તેઓ આપતા. આવી રીતે તેમની પ્રરૂપણા હતી. અનેક વાર શ્રી સમયસારજીનું શ્રવણ કરી નિશ્ચયપક્ષમાં તેઓ ખૂબ દઢતા
મારી મંગલયાત્રા
વિભાગ-૯
૨૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org