________________
ધરાવતા. તપાદિ અનુષ્ઠાનો ગૌણ માનતા. યદ્યપિ તેમનું જીવન સંયમી અને દઢ મનોબળવાળું હતું.
તેઓ તેમનાં પુત્ર-પુત્રી સાથે રહેતા. માસિક રૂ. ૬૦ની તેમની આવક હતી. તે સિવાય તેમણે કોઈ જરૂરિયાત રાખી ન હતી. સવારે ફક્ત દૂધ લેવું પછી તદ્દન સાદું ભોજન લેતા. કપડાં હાથે ધોતા. ત્રણચાર જોડ કપડાં રાખતા. ૯૯ વર્ષે અવસાન પામ્યા. તે છેલ્લી છ-આઠ માસની બીમારી સિવાય ટેકા વગર કલાકો સુધી ટટ્ટાર બેસી ચિંતન, ધ્યાન, સ્વાધ્યાય કરતા. અવાજ તો માઈક વૉઇસ હતો. સદા હસતા રહેતા.
મને તાત્ત્વિક શાસ્ત્રો વાંચવાની રુચિ હતી. શ્વેતાંબર આમ્નાયમાં તેવાં શાસ્ત્રો ક્વચિત્ મળતાં. પરંતુ મેં શ્રી સમયસારજી વિષે સાંભળેલું તેથી રમણભાઈ સાથે પૂ. દાદા પાસે ગઈ, તેઓ સમયસારનો સ્વાધ્યાય આપતા. પ્રારંભમાં અપંગ માનવ મંડળ જતી ત્યારે તેઓ તે બાજુ રહેતા એટલે અવકાશે તેમની પાસે સ્વાધ્યાય કરવા જતી. વળી તેઓ અમારા નિવાસની નજીક રહેવા આવ્યા, ત્યારે હું કોબાથી નિવૃત્ત થયેલી હતી. એટલે રોજ નિયમિત સ્વાધ્યાયનો લાભ લેતી.
પૂ. દાદા પાસે ક્યારેક શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, શ્રી સમયસાર, શ્રી પ્રવચનસાર ગ્રંથોનો સાનંદ સ્વાધ્યાય થતો.
શ્રીમદ્જી ગૃહસ્થદશામાં હતા પણ તેમનાં જ્ઞાનવૈરાગ્યમય વચનામૃતોથી તેઓ માનતા કે આ વાણી અંતરદશામાંથી પ્રગટેલી છે, તેથી તે વચનામૃતોને તે ગ્રંથોના લેખન સાથે જોડતા.
“સવિશેષ તેઓ પરમ પરિણામિકભાવમાં ઉપયોગને લઈ જવાનું સમજાવતા. જેને સ્વરૂપાનુભૂતિ પ્રત્યે અરુચિ કે પ્રમાદ છે તે ગમે તેવા શુભ અનુષ્ઠાન કરે તે વ્યર્થ છે. સ્વરૂપમાં ઠરે, રમે તે જ પુરષ છે, પુરુષાર્થી છે. બાકી શુભાશુભ બંનેમાં, તે માટે થતા શુભાશુભ કાર્યો તે અવળો પુરુષાર્થ છે.”
પ્રારંભમાં મને આ પદ્ધતિ થોડી કઠતી. પૂ. દાદા નિશ્ચયનયની. દ્રવ્યદૃષ્ટિની મુખ્યતા રાખતા. વ્યવહારનય જાણવો પ્રયોજનભૂત છે પરંતુ આદરવા યોગ્ય નથી. તે મિથ્યાત્વ છે, એમ સમજાવતા.
તેઓનો થોડો પરિચય થયા પછી કંઈ પ્રશ્ન પૂછતી અથવા કહેતી કે પૂજા કરું છું. સામાયિક આદિ કરું છું તે ધર્મ છે ને ?
ત્યારે કહેતા કે તેમાં ધર્મ નથી, એ સઘળા શુભ ભાવ ફક્ત અશુભથી મારી મંગલયાત્રા
૨૨૩
વિભાગ-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org