________________
મેં બધી હકીકત જણાવી. તેઓ હસીને કહે, “કેવું સારું થયું? તેં પ્રથમ વાર સામાયિક કર્યું. વળી આ ઘરમાં કંઈ કામ નથી. ભરતગૂંથણ એ જીવનમાં અગત્યનું નથી. થોડો સમય પસાર થાય તે માટે ઠીક છે. પણ જો ધર્મની ક્રિયા અને સૂત્રો શીખે તો ઘણો લાભ થાય. તને ખરેખર આનંદ આવશે. વળી બહેન લાંબો સમય રહેવાના છે એટલે શીખવાનું પણ સહજ ગોઠવાશે.”
એ વાતને પ્રેમપૂર્વક એવી પલ્ટી કે મારું મન તરત જ સ્વસ્થ થયું. હું પણ હળવી થઈ ગઈ અને આનંદમાં આવી ગઈ. થોડી વાર પાનાં રમી, સુખદ રાત્રિ માની, નિદ્રાધીન થયાં.
બીજે દિવસે સમય થયો. બહેને સામાયિક લેવાની તૈયારી કરી. મેં ખુશી બતાવી સાથે સામાયિક કર્યું. અને કહોને નવકારથી જ શરૂઆત કરી. પછી તો સૂત્ર શીખવામાં આનંદ આવ્યો. તેઓ ખૂબ ખુશ થયાં. દાદી દ્વારા ગળથુથી સમયે મળેલો નવકાર જાણે ઉદયમાં આવ્યો, વિસ્તાર પામ્યો જેની સાથે ભાવિ જીવનના વિકાસનું છૂ૫ રહસ્ય રહ્યું હશે.
જ્ઞાનીઓ કહે છે તમે શુભ તરફ જાવ. પૂર્વે આરાધેલા ધર્મનું પુણ્ય જે ઢંકાયેલું હોય તે પ્રગટ થાય છે. તમારી ભાવનાની રાહ જુએ છે. મારા માટે આવું જ હતું. બધા ઉત્તમ સંયોગ ગોઠવાતા હતા. ધાર્મિક શિક્ષણપ્રાપ્તિના અંકોડા જોડાતા ગયા, મંગલયાત્રાની ગતિ થઈ?
બહેનને વધુ ઉપચાર માટે જામનગર જવાનું થયું. ત્યારે યોગાનુયોગ મારા મામાજી કે જેમની પત્નીએ દીક્ષા લેવાથી, તેમની નાની દીકરીને લઈને અમારે ત્યાં રહેવા આવ્યા તેઓને પંડિતની જેમ સૂત્રો આવડતાં અને શાસ્ત્રાભ્યાસ પણ ખરો.
ધાર્મિક શિક્ષણ પંચ-પ્રતિક્રમણનાં સૂત્રોથી થતું. આથી મામાજી પાસે સૂત્રોના પાઠનો પ્રારંભ કર્યો. શાળાનો અભ્યાસ છૂટ્યા પછી તરતનો જ આ સમય એટલે બધું સરળતાથી મુખપાઠ થતું. ત્રણેક વર્ષમાં પંચપ્રતિક્રમણનાં સૂત્રો, લગભગ નવસ્મરણ કંઠસ્થ કર્યા. વળી મામાજી અભ્યાસી હતા એટલે અર્થ સમજાવતા. આથી નાની વયે પ્રારંભથી જે કંઈ શીખવા મળ્યું તે પદ્ધતિસરનું હતું. તેને કારણે આજે પણ તે સૂત્રોના ઉપયોગમાં ભાવ ટકી રહે છે. તે સમયની પ્રણાલી વિશેષ બોધાત્મક ન હતી. પરંતુ વિભાગ-૩
૬૨
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org