________________
પાઠશાળા (મુખપત્ર) તેઓશ્રીની ફરતા ફોનની જેમ ફરતી પાઠશાળા છે. તેમાં સવિશેષ ઉત્તમ પાત્રોને શાસ્ત્રોમાંથી શોધીને પાઠશાળાને પાને ચઢાવે છે. તે ઘણા પ્રેરક હોય છે. તેવું એક પાત્ર ઉજમફઈ.
ભાવનગરના ગર્ભશ્રીમંતની દીકરી ઉજમ, લગ્ન લેવાયા. પિતાએ કરિયાવરમાં અઢળક સામગ્રી આપવા તૈયાર કરી. પણ આ ઉજમનો તેમાં કંઈ પ્રતિસાદ નહિ !
પિતાને લાગ્યું કંઈ ઓછું પડયું છે ?
ઉજમ કહે ‘ના મારે તો ગિરિરાજ પર પ્રભુમંદિર જોઈએ.’ અને આપણે નવટુંકમાં દર્શન કરીએ છીએ તે ‘ઉજમફોઈની ટૂંક’નું નિર્માણ થયું. સમય થતાં ઉજમના લગ્ન થયા ત્યારપછી ભાઈ સાથે ઉજમ પાલીતાણા નવાણુ કરવા ગયા. અમદાવાદ પતિ અકાળે અવસાન પામ્યા. પાલીતાણા ખબર આવ્યા. ભાઈએ અમદાવાદ જવાની તૈયારી કરી. ઉજમફોઈ કહે ‘ભાઈ બન્યું તે ફરનાર નથી આપણે ભગવાનની ભક્તિ છોડીને શું પામશું ? માટે અમદાવાદ જવું નથી.”
ત્યાર પછી ક્રમ પ્રમાણે નવ્વાણુ યાત્રા પૂરી કરી ઉજમ ફોઈ સમતાભાવે અમદાવાદ પહોંચ્યા. અંદરનો આત્મા જાગી ગયો હતો. વૈરાગ્યના વહેણ વહેતા હતા. પછી પૂરી જીંદગી ઉજમ ફોઈએ આત્મારાધનામાં ગાળી.
ઓ સંજ્ઞા ત્યજી લોકસંજ્ઞા ત્યજી યોગદષ્ટિ પામ્યા. નામ અમર બન્યું. ગિરિરાજ સાથે ઉજમફોઈની ટૂંક રહેશે. સૌ જીવો આ પ્રેરણા પામીને ધન્ય બનીએ, વૈધવ્યના દુઃખનો કડવો ઘૂંટડો ભક્તિના અમૃતમાં પરિવર્તિત કરી આત્મધર્મ માણ્યો.
- પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org