________________
હું તેમને ભગવાન મહાવીરના બોધની વાત કહેતી, ત્યારે કહેતાં : ભલે એ બધું કરો પણ આ કામ તો તમારે કરવાનું છે. પ્રેમ અને ગંભીરતાથી કહેતાં ત્યારે હું પણ તેમને દુભવી શકતી નહિ. તેમની વાત માનીને થોડાં વર્ષો કામ અને નિવૃત્તિ એમ મારો ક્રમ જળવાતો. તેઓએ મારા જીવનમાં આ ક્ષેત્રે વડીલ જેવી હૂંફ આપી છે તેમને કેમ ભુલાય? તેઓ રાજ્યના કેળવણી મંત્રી તરીકે નિમાયાં ત્યારે પણ આ સંસ્થાના પ્રમુખપણાને જારી રાખ્યું હતું. ૨માબહેન ઝવેરી માનદ્ મંત્રી :
તેઓ કઠવાડામાં રહેતાં હતાં તેમને ખેતી તથા દૂધની ડેરી હતી. તેઓ મારી સાથે કામમાં જોડાયાં હતાં.
રમાબહેન ખૂબ સંપન્ન કુટુંબનાં હતાં. તેમનાં દાદીસાસુ ગંગાબા ઝવેરી જેમને ગાંધીજીનું સાન્નિધ્ય અને સંસ્કાર મળ્યાં હતાં. જેલવાસ ભોગવ્યો હતો. આમ રમાબહેનને તેમના તરફથી પણ સમાજસેવાની ભાવના મળી હતી. પોતે કુશળ અને કાર્યક્ષમ હતાં. જીવન સમૃદ્ધ છતાં સાદું હતું. આથી અમારા બંનેનો મેળ બરાબર સચવાતો. દરેક કામમાં પૂરો સહકાર આપતા. આખરે હું નિવૃત્ત થઈ પરંતુ તેઓએ તો આ કાર્ય બરાબર નિભાવી રાખ્યું. આમાં તેમના પતિ નવીનભાઈ ઝવેરીનો ઘણો સાથ હતો. શ્રી મણિબહેન પટેલ (સાણંદવાળા) :
તેઓ આ સંસ્થાના સભ્ય હતાં. ગ્રામવિસ્તારમાં ફરવામાં ખૂબ સાથ આપતાં. શહેરના સભ્યો કાર્યાલય પૂરતી હાજરી આપતા. મણિબહેને શ્રી સંતબાલજી પાસે ગ્રામસેવાકાર્યનો ભેખ લીધો હતો. દલિત વર્ગમાં વિશેષ કાર્ય કરતાં.
તેઓની કાર્યસૂઝ અને હિંમત પ્રશંસનીય હતી. અમદાવાદ જિલ્લામાં તેઓ સન્માનીય હતા. તેથી મને પ્રારંભમાં તેમનો સાથ ઉપયોગી રહ્યો.
સાથે ફરીએ એટલે કેટલી જીવનકથાઓ પણ ચર્ચાતી. એક વાર કહે હું તો સાસરે ઘર ને વર જોયા વગર જ વિધવા થઈ છું. હું તો ઘડીભર સાંભળી જ રહી. અર્થાત્ ઘોડિયા લગ્ન થયેલાં. અને પતિ તો બાર વર્ષની વયે જ મૃત્યુ પામ્યો. ત્યારે તેઓ નવ વર્ષનાં હતાં.
વળી પૂર્વના સંસ્કાર, અને તે વખતે ગાંધીજીનાં રચનાત્મક કાર્યોનો વેગ દેશભરમાં ફેલાયેલો હતો. અવસર મળતાં તેઓ તેમાં જોડાઈ ગયાં. પૂ. સંતબાલજી પાસે શિક્ષણ પામ્યાં. અને પૂરી જિંદગી તેઓએ મારી મંગલયાત્રા
૧૫૩
વિભાગ-૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org