________________
આ કાર્ય કરતાં એનો સંતોષ હતો કે સેંકડો દુખિયારી બહેનોને અને ગ્રામવિસ્તારનાં હજારો બાળકોને શૈક્ષણિક ક્ષેત્રે ઊજળું જીવન જીવવાની તક મળી છે. બહેનો દીનહીન દશાથી મુક્ત થયાં છે. વળી મારી વિચારધારા પ્રમાણે અમે વર્ષમાં દસ દિવસની એક શિબિર રાખતાં. તેમાં આ બહેનોને તેમના શિક્ષણ સાથે, ગુણસંપન્ન કેમ થવું તેનું શિક્ષણ આપતાં. વળી સંસ્થાના ગ્રામવિસ્તારના નિરીક્ષક તરીકે કામ કરતા. મંદાબહેન શાહ ખૂબ કુશળ અને સન્નિષ્ઠ હતા. તેથી પ્રવૃત્તિઓનો વિકાસ થતો રહ્યો.
આ સર્વે કાર્યો કરવામાં, સરકારી ગ્રાંટો મેળવવામાં કંઈક સંઘર્ષો કે અટપટાં કાર્યો કરવા પડતાં, ત્યારે સમાધાન એ થતું કે દુઃખી બહેનોના લાભમાં છે. આપણે કંઈ લેવું નથી. શ્રી ઇન્દુમતીબહેનનો સંક્ષિપ્ત પરિચય :
શ્રી ઇન્દુમતીબહેન ચીમનલાલ શેઠ ગુજરાતના ગાંધીયુગના સેવાભાવી સામાજિક કાર્યકર હતાં. અતિ શ્રીમંતાઈમાં ઊછરેલાં, સંસ્કારસંપન્ન અને કર્તવ્યનિષ્ઠ હતાં. લગભગ નવેક દસકા પહેલાંના જમાનામાં પણ કૉલેજનો અભ્યાસ કરેલો. ગુજરાતભરમાં પ્રસિદ્ધ સી. એન. વિદ્યાવિહાર તે તેમના પિતાશ્રીની સ્થાપિત સંસ્થા આજે પણ ઘણી પ્રસિદ્ધિ ધરાવે છે. તેઓએ તેના વિકાસમાં ઘણો ફાળો આપ્યો હતો.
મહાત્મા ગાંધીજીના સત્યાગ્રહ વિગેરે આંદોલનોમાં સક્રિય ભાગ લીધો હતો. તે કાર્યની નિષ્ઠા માટે આજીવન કૌમાર્યવ્રત સ્વીકાર્યું હતું. જેલવાસ ભોગવ્યો હતો. દેશ આઝાદ થયા પછી રચનાત્મક કાર્ય માટે સંસ્થાઓની સ્થાપના કરી હતી. અને પોતે અનેકવિધ સંસ્થાઓમાં પોતાની સેવાઓ આપતાં. લગભગ રાત્રિદિવસ તેમનું જીવન સેવામય હતું.
અમારી સંસ્થાના વિકાસ અને વિસ્તાર માટે થોડા સભ્યોએ નિર્ણય કર્યો કે અમદાવાદ જિલ્લા સમાજ કલ્યાણ સંઘની સ્થાપના કરવી. તેને માટે કુશળ, સેવાભાવી અને આ ક્ષેત્રમાં ક્ષમતા ધરાવતી વ્યક્તિ માટે અમે વિચાર કરતાં હતાં. તે માટે શ્રી ઇન્દુમતીબહેનને વિનંતી કરી. તેમણે સહર્ષ સંમતિ આપી. તેમના પ્રમુખપણા નીચે અમને ઘણું માર્ગદર્શન મળતું. અમારું કામ ઘણું વિકસ્યું. તેઓ અમારી સાથે ગ્રામવિસ્તારમાં ફરતાં, અને ઘણો સાથ આપતાં. તેઓ પોતાના જીવનકાળ સુધી પોતાની સેવાઓ આપતાં રહ્યાં હતાં.
હું જ્યારે લગભગ ૧૯૮૦માં તેમને મારી નિવૃત્તિની વાત કરતી ત્યારે કહેતાં : આ ધર્મ નથી ! એકલા નિવૃત્ત થવું એ જ ધર્મ છે ? ત્યારે વિભાગ-૭
ઉપર
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org