SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ બાળકો પાયાનું શિક્ષણ પામ્યા, તે મોટો લાભ હતો. ગામડાંમાં બાળકોનું પ્રાથમિક શિક્ષણ પાંચ વર્ષે ચાલુ થતું. એટલે ત્રણથી પાંચ વર્ષનાં બાળકોને રમત સાથે શિક્ષણ સંસ્કાર મળે તેવાં બાલવાડીબાલમંદિરોની જરૂર હતી. તેની ૧૫૮માં સમિતિ દ્વારા પાંચ બાલવાડીઓ ચાલતી હતી. મેં ૧૯૬૦માં નવી પાંચની માંગણી કરી તે મંજૂર થઈ. આમ કામ વિકસતું થયું. તે ઉપરાંત દિલ્હી સમાજ કલ્યાણ બોર્ડમાંથી સુંદર સહકાર મળ્યો, અને ગ્રાન્ટ પણ મળી. જેથી કામ કરવામાં ઘણી સરળતા થઈ. આ લખું છું તે સમય ૧૯પ૭/૧૯૫૮ લગભગનો. અમદાવાદથી દસ માઈલ પછી ગામોમાં જવાના રસ્તા કાચા, ચોમાસામાં બંધ થાય; પછી એવા ખાડા-ટેકરા થઈ જાય કે એક અધિકારી મને કહેતા કે જો પેટમાં એપેન્ડિકસ હોય તો મટી જાય, અને ન હોય તો થાય ખરું. એક વાર જઈને આવીએ ત્યારે ધૂળમય થયેલાં કપડાં તરત જ બદલવા પડે. છતાં દર સપ્તાહે ગામડાંમાં જવાનું થતું. ચોમાસાના ચાર માસ... ગામોના રસ્તા કાદવથી ખરડાઈ જતા. ત્યારે નંદનવનની ઉપમા અહીં એળે જતી. છતાં જીપને કારણે સુવિધા રહેતી. જોકે કોઈ વાર જીપ પણ પાણીમાં કે કાદવમાં ખૂંપી જતી ત્યારે બળદો મંગાવીને બહાર કઢાવવી પડતી. છતાં કાર્ય કરવાનો ઉત્સાહ, અને પરિણામ દેખાવાથી આ કાર્યમાં આનંદ આવતો. ગ્રામજનોના ભાવ, તેમના દૂધ, રોટલા ખાઈને મારી તબિયત પણ સુધરી ગઈ, તે લાભ મોટો હતો. શ્રી ઈન્દુમતીબહેન શેઠના પ્રમુખપણાથી અમદાવાદ જિલ્લા સમાજકલ્યાણ સંઘની સ્થાપના (૧૯૬૦) : આમ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી છોટુભાઈ તથા અન્ય સભ્યો સાથે અમારું કામ થોડા વખતમાં વિસ્તાર પામ્યું. વ્યવસ્થિત ગોઠવાઈ ગયું. આથી સમિતિના સભ્યોએ વિચાર્યું કે હવે તાલુકાને બદલે જિલ્લામાં આ કાર્યનો વિસ્તાર કરવો. તેથી શ્રી ઈન્દુમતીબહેન શેઠના પ્રમુખપણા નીચે અમે ૧૯૬૦માં અમદાવાદ જિલ્લા સમાજ કલ્યાણ સંઘની સ્થાપના કરી. ભારતભરમાં બાલવિકાસ ક્ષેત્રે આ સંસ્થાની પ્રથમ હરોળમાં ખ્યાતિ હતી. હજારો બાળકો ધૂળમાં ઘૂમવાને બદલે કાલી કાલી ભાષામાં ગાતાં, નાચતાં, સંસ્કારયુક્ત થયાં. આજે તે સૌ પણ કુટુંબ-પરિવારવાળા અને ખાધેપીધે સંપન્ન છે. મારી મંગલયાત્રા ૧૫૧ વિભાગ-૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001999
Book TitleMari Mangalyatra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2006
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy