________________
અને બંનેનો રડવાનો મોટો અવાજ સંભળાયો. મારું તો કંઈ સમજવાનું ગજું નહિ. કોઈ કંઈ બોલે નહિ. શારદાબા સૂનમૂન બેઠાં હતાં. વિધવા થયેલી દીકરી આવું રડે તે સમજાય પણ સાસરેથી આવેલી દીકરીનો આવો કલ્પાંત !
આ પ્રસંગનું રહસ્ય પાછળથી સમજાયું. બહેનને સાસરે રસોડામાં તેમના ભારે શરીરે બેસી શકે તેટલી જગા જ નહોતી. તેમના સંડાસમાં બહેન બેસતી ત્યારે ભીંતમાં ભીડાઈ જતી. અને તેનો ઓરડો પણ એવા જ માપનો હતો. જ્યારે હું બહેનને ઘરે ગઈ ત્યારે મેં આ જોયું. ત્યારે તેમના રુદનનો ઘટસ્ફોટ થયો.
પતિની નોકરી રૂ. ૬૦ની તે પણ નિયમિત નહિ, તે મોટી સમસ્યા હતી. વળી કોઈ કારણસર નાના એક ઓ૨ડામાં એ જ ઘરમાં જુદા થયા. દિવસે ત્યાં રસોઈ કરે રાત્રે ત્યાં જ સૂઈ જાય. દિવસો પસાર થતા હતા. બહેન ખૂબ સહિષ્ણુ હતાં. આમ કંઈ સુખ નહોતું સિવાય કે પરિણીત જીવનનું જાતીય સુખ. જોકે ત્યારે મને કંઈ બહુ સમજાતું નહિ. એમ કરતાં આઠ માસ તો વહી ગયા. મારાં લગ્નની તૈયારી કરવાની હતી.
કોની પ્રાર્થનાથી થાય છે ?
સૂર્ય કોની પ્રાર્થનાથી ઊગે છે ?
ફૂલ કોની પ્રાર્થનાથી ખીલે છે ?
પાણી કોની પ્રાર્થનાથી તરસ છિપાવે છે ? વાયુ કોની પ્રાર્થનાથી વહે છે ?
વાદળ કોની પ્રાર્થનાથી વરસે છે ?
કોયલ કોની પ્રાર્થનાથી ટહુકે છે ?
એ તેમનો સ્વભાવ છે, ભગવાનનો પણ પરોપકાર કરવાનો સ્વભાવ છે. હેમચન્દ્રસૂરિજી વીતરાગ સ્તોત્રમાં કહે છે : ‘સંવત્ર વાધવાઃ' ભગવાન આપણને સૂચવે છે, તમે કદી પરોપકારમાં સંબંધ જોશો નહીં.
વિભાગ-૨
Jain Education International
૫૦
આ. શ્રી કલાપૂર્ણસૂરિજી
મારી મંગલયાત્રા
For Private & Personal Use Only
www.jainelibrary.org