________________
ઘણી મોટી જગા ભાડે આપીએ ને વળી ખાલી ન થાય. તે સમયે સરકારી કાયદો હતો મકાન ખાલી હોય તો સરકાર કબજો મેળવે. તે ઉપરાંત તે વર્ષો “મુંબઈ અમચી આહે'નું આંદોલન ચાલતું હતું આમ ત્રિપાંખિયા તકલીફ હતી.
આથી હજી મારે બે માસ પછી દર એક માસ મુંબઈ રહેવા આવવું પડતું. અમદાવાદ દક્ષાને કોઈને ત્યાં મૂકવી પડે. કારણ કે બંગલામાં કોઈ હતું નહિ. તેની શાળાનો સમય-સવારે ૫-૩૦ની બસ એટલે મુંબઈ રહું ત્યારે એની ચિંતા. અને મુંબઈ તેઓના સમયના જે પરિચિતો હતા તે હવે આવતા જ ન હતા. સરલાબહેને, અને પન્નાલાલે ઘરસંસાર માંડેલો એટલે પોતાના કારભારમાં હતાં. મારે અન્ય મિત્રો નહિ અને કામ નહિ. થોડા જ સમય પહેલા મોટા મકાનનું ગૌરવ હતું તે મકાન હવે ઓસરી ગયું. ફક્ત એક જ ઓરડો ખુલ્લો રાખતી. એકલાં રહેવાનું, સૂવાનું; રાત્રિદિવસ પહાડ જેવા જણાય.
આ ઉપરાંત ઉદરપૂર્તિ કરવી પડે, શું રાધું ને શું ખાવું ? જૂના ઘાટીને શોધીને જેમતેમ બધું નભાવ્યું. એમ કરતાં એક વરસ પૂરું કર્યું. તેમાં થોડો સહારો શ્રી પરમાનંદભાઈ કે સારાભાઈ જેવાનો મળી રહેતો.
છેવટે કોઈ મકાન લેનાર મળી આવ્યા પરંતુ પેલી ત્રિપાંખિયા તકલીફને લીધે સાવ મફતના ભાવે મકાન વેચવાનું નક્કી કર્યું. અઢી લાખમાં લીધેલું. તેના ઉપર છ માળા બાંધ્યા. તેમાં બે માળા ખાલી હતા છતાં લક્ષ્મીજીએ આવી રીતે સરળતાથી જવાનું પસંદ કર્યું. મકાન અઢી લાખમાં વેચાયું. મને થયું કે હાશ એક છૂટકારો થયો.
વળી એ રકમ પણ કોઈ મિત્રે સારા માટે રોકાણ કરવા લીધી તે એ રીતે કે એ રકમ સંભાળવાની ઉપાધિ ટળે. ઉપાધિ ટળી કે નહિ તેનો શું વિચાર કરવો ? ખેર પરિસ્થિતિઓ કેવા વળાંક લે છે ?
- જ્ઞાનીઓએ સંસારને આમ જ અસાર કહ્યો છે. તેને ગમે ત્યાંથી ઉકેલો... સાર હોય તો નીકળે ને ? ટૂંકમાં મને તો લાગ્યું કે એક ભાર ઊતર્યો. અમદાવાદ આવીને પણ મનમાં નિરાંત લાગી. આથી હવે ધર્મક્ષેત્રે કે પરોપકાર ક્ષેત્રે કાર્ય કરવાની અંતરમાં ફુરણા થઈ. તે હવે આગળ જોઈએ. પૂ. પંડિતજીના માર્ગદર્શનથી હવે સામાજિક ક્ષેત્રે પ્રવેશ થયો. સામાજિક કાર્ય સાથે કૌટુમ્બિક કાર્યો પણ ઊકલતાં ગયાં. સૌની સાથેના ઋણાનુબંધમાં પણ શુભયોગ વિકસતો ગયો. તે પહેલા ઘણું ચૂકવવું પડ્યું, એ તો જેવી લેણદેણ. મારી મંગલયાત્રા
વિભાગ-૭
૧૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org